Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
search_img
external_link1
ગુજરાત મારો જિલ્લો મારું ગામ બિઝનેસ video પૉડકાસ્ટ મનોરંજન ટેક & ઓટો ધર્મ ભક્તિ

NEW - Gold-Silver ના ભાવમાં ભડકો, દિલ્હીથી ચેન્નાઈ સુધીના લેટેસ્ટ રેટ્સ જાણો

Gold-Silver  : દિલ્હીમાં 24 કેરેટ સોનું 1.53 લાખને પાર ચેન્નાઈમાં સોનું દેશમાં સૌથી મોંઘા ભાવે વેચાઈ રહ્યું છે ચાંદીના ભાવ પ્રતિ કિલો 2,70,100 પર પહોંચ્યા આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું $4,734 પ્રતિ ઔંસ પર Gold-Silver : દેશભરમાં બુલિયન માર્કેટમાં (Bullion Market)...
new   gold silver ના ભાવમાં ભડકો  દિલ્હીથી ચેન્નાઈ સુધીના લેટેસ્ટ રેટ્સ જાણો
  • Gold-Silver  : દિલ્હીમાં 24 કેરેટ સોનું 1.53 લાખને પાર
  • ચેન્નાઈમાં સોનું દેશમાં સૌથી મોંઘા ભાવે વેચાઈ રહ્યું છે
  • ચાંદીના ભાવ પ્રતિ કિલો 2,70,100 પર પહોંચ્યા
  • આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું $4,734 પ્રતિ ઔંસ પર

Gold-Silver : દેશભરમાં બુલિયન માર્કેટમાં (Bullion Market) ભારે તેજી જોવા મળી રહી છે. આજે 8 મેના રોજ સવારે જાહેર થયેલા આંકડા મુજબ, સોના અને ચાંદીના ભાવમાં (Gold and Silver Prices) તોતિંગ વધારો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી અને રોકાણકારોની મજબૂત ખરીદીને કારણે કિંમતો નવા રેકોર્ડ સ્તરે પહોંચી છે.

Gold-Silver : મુખ્ય શહેરોમાં સોનાના ભાવ

ભારતમાં પણ અલગ અલગ શહેરમાં સોના-ચાંદીના ભાવમાં ફરક જોવા મળે છે. દેશની રાજધાની એટલે દિલ્હીમાં 24 કેરેટ સોનું 1,53,160 અને 22 કેરેટ સોનું 1,40,410 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું છે. અગાઉ ભાવમાં 600નો વધારો જોવા મળ્યો હતો. મુંબઈ અને કોલકાતા (Mumbai & Kolkata)જેવા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ (24K Gold Rate) 1,53,010 અને 22 કેરેટનો ભાવ 1,40,260 નોંધાયો છે. જ્યારે ચેન્નાઈમાં સોનું સૌથી મોંઘા ભાવે વેચાઈ રહ્યું છે, જ્યાં 24 કેરેટનો ભાવ 1,53,840 પર પહોંચી ગયો છે.

gold-silver-price-today-8-may-2026-delhi-mumbai-chennai

ચાંદીના ભાવમાં પણ રેકોર્ડ તેજી

માત્ર સોનું જ નહીં, પણ ચાંદી પણ મોંઘી થઈ છે. આજે સવારે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 2,70,100 પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે આ વર્ષે જાન્યુઆરીમાં ચાંદી 4 લાખ પ્રતિ કિલોગ્રામના (Silver Price per kg) ઐતિહાસિક આંકને પાર કરી ગઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું ઔંસ દીઠ $4,734.28 અને ચાંદી $81.35 પર ટ્રેડ થઈ રહી છે.

આ પણ વાંચો : Post Office માં ખાતું છે? તો જલ્દી વાંચો આ નવા નિયમ, નહીંતર અટકી જશે તમારા પૈસા!

Tags :