Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
search_img
external_link1
ગુજરાત મારો જિલ્લો મારું ગામ બિઝનેસ video પૉડકાસ્ટ મનોરંજન ટેક & ઓટો ધર્મ ભક્તિ

New Rules : આજથી સામાન્ય લોકો પર બોજ વધવાની શક્યતા, અનેક નવા નિયમો આવશે અમલમાં, જુઓ Video

New Rules : આજથી અમલમાં આવેલા નવા નિયમો સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર કરી શકે છે, જેમાં પાસપોર્ટની ફીમાં વધારો, રેલવેના કડક સુરક્ષા નિયમો અને ટિકિટિંગમાં ફેરફાર મુખ્ય છે. આ ઉપરાંત, બેન્કિંગ સેક્ટરમાં પણ મહત્વના ફેરફારો જોવા મળશે.

New Rules : આજથી અમલમાં આવેલા નવા નિયમો સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર કરી શકે છે, જેમાં પાસપોર્ટની ફીમાં વધારો, રેલવેના કડક સુરક્ષા નિયમો અને ટિકિટિંગમાં ફેરફાર મુખ્ય છે. આ ઉપરાંત, બેન્કિંગ સેક્ટરમાં પણ મહત્વના ફેરફારો જોવા મળશે, જેમાં HDFC અને SBI ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર અને RBI દ્વારા મિસ-સેલિંગ સામે નવી ગાઈડલાઈન લાગુ કરવામાં આવી છે, જેનાથી ગ્રાહકોને રિફંડ અને વળતરનો અધિકાર મળશે. સાથે જ, પ્રોડક્ટ્સના લાયસન્સ વગર વેચાણ કે ટ્રેનમાં જોખમી સામાન લઈ જવા બદલ ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે.

આજથી અનેક નવા નિયમો આવશે અમલમાં

ટેક્સ અને એનર્જી સેક્ટરમાં પણ મહત્વના ફેરફારો લાગુ થયા છે, જેમાં ITR-1 અને ITR-2 ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ છે અને TDS જમા કરાવવાની છેલ્લી તારીખ 7 જુલાઈ નક્કી કરવામાં આવી છે. વધુમાં, તેલ કંપનીઓ દ્વારા LPG, CNG અને PNGના દરોના ભાવની સમીક્ષા કરવામાં આવશે, જ્યારે આધાર કાર્ડમાં ઈ-મેલ અપડેટ કરવાની સુવિધા 31 ડિસેમ્બર સુધી મફત રાખવામાં આવી છે. આ ફેરફારો સાથે GSTના નવા નિયમો અને પેટ્રોલ-ડીઝલના વિતરણને લગતા પ્રતિબંધો હટાવવાની પ્રક્રિયા પણ શરૂ થશે.જુઓ વીડિયો..

Tags :