Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
search_img
external_link1
ગુજરાત મારો જિલ્લો મારું ગામ બિઝનેસ video પૉડકાસ્ટ મનોરંજન ટેક & ઓટો ધર્મ ભક્તિ

Ahmedabad માં ચકચારી હત્યા: શાહીબાગમાં ઘરમાં ઘૂસી 25 શખ્સોનો હુમલો, આધેડનું સારવાર દરમિયાન મોત

Ahmedabad : અમદાવાદના શાહીબાગ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં 26 જૂનના રોજ 25 શખ્સોએ ઘરમાં ઘૂસી પરિવાર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા બળદેવભાઈ વાઘેલાનું 4 દિવસની સારવાર બાદ મોત નીપજ્યું છે. પોલીસે કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ લગાવી પરિવારે ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.
ahmedabad માં ચકચારી હત્યા  શાહીબાગમાં ઘરમાં ઘૂસી 25 શખ્સોનો હુમલો  આધેડનું સારવાર દરમિયાન મોત

Shahibaug Murder Case: અમદાવાદ શહેરના શાહીબાગ (Shahibaug) વિસ્તારમાં એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. શાહીબાગના કેમ્પ સદરબજાર કેન્ટોનમેન્ટ કોલોની (Cantonment Colony) ખાતે રહેતા એક પરિવાર પર 25 જેટલા શખ્સોના ટોળાએ ઘરમાં ઘૂસીને જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં પરિવારના મોભી બળદેવભાઈ ગણપતભાઇ વાઘેલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

4 દિવસની સારવાર બાદ આધેડે દમ તોડ્યો

આ ચકચારી ઘટના ગત 26 જૂનના રોજ ઘટી હતી, જ્યાં હુમલાખોરોએ ઘરમાં ઘૂસીને પરિજનોને બેરહેમીથી માર માર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા આધેડ બળદેવભાઈ વાઘેલાની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને તાત્કાલિક હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 4 દિવસની સઘન સારવાર બાદ આખરે તેમનું કરુણ મોત નીપજ્યું છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ છે.

પોલીસ નિષ્ક્રિયતા સામે પરિવારનો રોષ

બળદેવભાઈના અવસાન બાદ તેમના પરિવારે સ્થાનિક પોલીસ (Ahmedabad Police) ની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારનો આરોપ છે કે ઘટનાના આટલા દિવસો વીતી ગયા હોવા છતાં પોલીસે હુમલાખોરો સામે કોઈ નક્કર કાર્યવાહી (Police Action) કરી નથી. પોલીસની આ ઢીલી નીતિથી નારાજ થઈને પરિવારે એક મોટો નિર્ણય લીધો છે.

મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઇન્કાર

પીડિત પરિવારે ન્યાયની માંગ સાથે ઉગ્ર વલણ અપનાવ્યું છે. જ્યાં સુધી હત્યામાં સામેલ તમામ આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં નહીં આવે, ત્યાં સુધી બળદેવભાઈના મૃતદેહનો (Dead Body) સ્વીકાર કરવાનો પરિવારે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. હાલમાં આ મામલે શાહીબાગ અને કેમ્પ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવાની તજવીજ હાથ ધરાઈ રહી છે.

આ પણ વાંચો: Surat: તાંત્રિક વિધિના બહાને લાખોની ઠગાઈ, કાઠિયાવાડની ઠગ ટોળકી રાજકોટથી પકડાઈ

Tags :