Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
search_img
external_link1
ગુજરાત મારો જિલ્લો મારું ગામ બિઝનેસ video પૉડકાસ્ટ મનોરંજન ટેક & ઓટો ધર્મ ભક્તિ

Surat Nasirnagar Demolition : નાસીરનગર ડિમોલિશન કેસમાં હાઈકોર્ટની ઝાટકણી બાદ 5 અધિકારીઓ સસ્પેન્ડ

Surat Nasirnagar Demolition : સુરત મનપા દ્વારા હાથ ધરવામાં આવેલા નાસીરનગર ડિમોલિશન કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટની ઝાટકણી અને કડક ટકોર બાદ સુરત મનપાના 5 જેટલા જવાબદાર અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
surat nasirnagar demolition   નાસીરનગર ડિમોલિશન કેસમાં હાઈકોર્ટની ઝાટકણી બાદ 5 અધિકારીઓ સસ્પેન્ડ

Surat Nasirnagar Demolition : સુરત મનપા દ્વારા હાથ ધરવામાં આવેલા નાસીરનગર ડિમોલિશન કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટની ઝાટકણી અને કડક ટકોર બાદ સુરત મનપાના 5 જેટલા જવાબદાર અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે નાસીરનગર ડિમોલિશનમાં બેદરકારી બદલ અને હાઈકોર્ટે સુરત મનપાની આકરી ટીપ્પણી કરી હતી. આ સાથે જ બરાબર ઝાટકણી કાઢી હતી.

Surat Nasirnagar Demolition : જવાબદાર 5 અધિકારીને કરાયા સસ્પેન્ડ

પ્રાપ્તથતી માહિતી અનુસાર જે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાં કાર્યપાલક ઈજનેર સુજલ પ્રજાપતિ અને કાર્યપાલ ઈજનેર જયાન જીવનરામજીવાલાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ડેપ્યુટી ઈજનેર અર્પણ પરમાર, મોનિક ગઢિયા તેમજ જુનિયર ઈજનેર નરેશ ગલચરને પણ ફરજ મોકૂફ રાખવામાં આવ્યા છે. જો કે આ સમગ્ર ઘટના બાદ મનપાના ઉચ્ચ અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી છે.

શું હતી ઘટના ?

નાસીરનગર ડિમોલિશનની સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગત 30 મેના રોજ નાસીરનગરમાં 100થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. પરંતુ આ કાર્યવાહી કોઈ પણ પૂર્વ નોટિસ આપ્યા વિના કરાઈ હોવાના આક્ષેપો થયા હતા. શરુઆતમાં પાલિકાએ ડિમોલિશન ન કર્યું હોવાનો બચાવ કર્યો હતો. પરંતુ આ મામલે વિવાદ વકરતા અને અસરગ્રસ્તોએ હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરતા તંત્ર ભીંસમાં મુકાયું હતું.

આ પણ વાંચો : Surat Accident : સચિનમાં ગરીબ પરિવારની ફૂલ જેવી દીકરી પર ફરી વળી કાર, CCTVમાં કેદ થઈ ઘટના

Tags :