Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
search_img
external_link1
ગુજરાત મારો જિલ્લો મારું ગામ બિઝનેસ video પૉડકાસ્ટ મનોરંજન ટેક & ઓટો ધર્મ ભક્તિ

Ayodhya Saryu River Tragedy: અયોધ્યાની સરયૂ નદીમાં નહાવા ગયેલી 5 મહિલા તણાઈ, 3ના મૃતદેહ મળ્યા, 2 ગુમ

અયોધ્યાના રૌનાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વહેતી સરયૂ નદીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. નદીમાં સ્નાન કરવા ઉતરેલી 5 મહિલાઓ ડૂબી જતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. સ્થાનિકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરીને 3 મૃતદેહો બહાર કાઢ્યા છે. હાલમાં બાકીની 2 લાપતા કિશોરીઓને શોધવા માટે વહીવટી તંત્ર અને તરવૈયાઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
ayodhya saryu river tragedy  અયોધ્યાની સરયૂ નદીમાં નહાવા ગયેલી 5 મહિલા તણાઈ  3ના મૃતદેહ મળ્યા  2 ગુમ

Ayodhya Saryu River Tragedy: અયોધ્યાના રૌનાહી પોલીસ સ્ટેશન વિસ્તારના સનાહા ગામમાં એક કરુણ દુર્ઘટના ઘટી છે. સરયૂ નદીમાં સ્નાન કરવા ગયેલી પાંચ મહિલાઓ અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 3 મહિલાના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 2 કિશોરીઓની શોધખોળ કરવામાં આવી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે અને વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે કરી હતી.

Ayodhya Saryu River Tragedy: સરયૂ નદીમાં ગોઝારી ઘટના

અયોધ્યાના સનાહા ગામ નજીક સરયૂ નદીમાં સ્નાન કરવા માટે ગયેલી 5 મહિલાઓ અચાનક ઊંડા પાણીમાં ડૂબી ગઈ હતી. જેમાં 2 સગીરાઓનો પણ સમાવેશ થાય છે. આ વાતની જાણ થતા ગામના કેટલાક લોકો અને સ્થાનિક તરવૈયાઓએ નદીમાં કૂદીને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. સ્થાનિકોએ લાંબી શોધખોળ બાદ 3 મહિલાઓના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા હતા.

Ayodhya Saryu River Tragedy: નદીમાં બચાવ કાર્ય

આ ઘટનામાં મારિયમ (18 વર્ષ), શાહીન (35 વર્ષ) અને સજરુલ નિશા (45 વર્ષ) ના મૃતદેહ મળી આવ્યા છે. સ્થાનિક પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જો કે, નદીમાં હજુ પણ 2 કિશોરીઓ લાપતા છે. નાઝિયા (16 વર્ષ) અને રશિદા (15 વર્ષ) ની શોધખોળ માટે રેસ્ક્યુ ટીમ કાર્યરત છે. તરવૈયાઓ અને સ્થાનિક લોકોએ નદીમાં શોધખોળ કરી હતી.

વહીવટી તંત્રની સક્રિયતા અને ચેતવણી

ઘટના બાદ સમગ્ર સનાહા ગામમાં માતમ છવાઈ ગયો છે. પીડિત પરિવારોનું દુઃખ જોઈ સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા. અધિકારી અરવિંદ સોનકરે જણાવ્યું કે ગુમ મહિલાઓની શોધખોળ માટે અભિયાન તેજ કરવામાં આવ્યું છે. જ્યાં સુધી લાપતા કિશોરીઓ મળી ન આવે ત્યાં સુધી બચાવ કામગીરી ચાલુ રહેશે. વહીવટીતંત્રે લોકોને નદી કે તળાવમાં નહાતી વખતે ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે. ખાસ કરીને ચોમાસાના દિવસોમાં નદીના વધતા જળસ્તરને જોઈને ઊંડા પાણીમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો--- Mumbai School Bus Accident: મુંબઈમાં કાળ બનીને તૂટ્યું વૃક્ષ, સ્કૂલ બસ પર પડતા એક વિદ્યાર્થીનું મોત, 10 ઈજાગ્રસ્ત

Tags :