Banaskantha News: આઈસ્ક્રીમ ખાતા ખાતા યુવક અચાનક ઢળી પડ્યો, ગુજરાતમાં વધુ એક વ્યક્તિએ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો
Banaskantha heart attack News:બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં આઈસ્ક્રીમની દુકાને આરામથી આઈસ્ક્રીમની મજા માણી રહેલા એક યુવકનું અચાનક હાર્ટ એટેક આવવાથી મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે.
Banaskantha મા આઈસ્ક્રીમ ખાતા યુવકને આવ્યો હાર્ટ એટેક
મળતી માહિતી મુજબ, મૃતક યુવકની ઓળખ રમેશ લોધા તરીકે થઈ છે. રમેશ લોધા ડીસામાં એક આઈસ્ક્રીમ પાર્લર પર આઈસ્ક્રીમ ખાવા માટે પહોંચ્યા હતા. તેઓ આરામથી બેસીને આઈસ્ક્રીમ ખાઈ રહ્યા હતા, ત્યારે જ અચાનક તેમને તકલીફ અનુભવાઈ અને ગણતરીની સેકન્ડોમાં જ તેઓ ઢળી પડ્યા હતા. ત્યાં હાજર લોકો કંઈ સમજે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું.
CCTV માં ઘટના કેદ
આ આકસ્મિક ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. રમેશ લોધાના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. અચાનક બનેલી આ ઘટનાથી સ્થાનિકો પણ સ્તબ્ધ છે. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે ખુરશી પર બેઠા બેઠા યુવક અચાનક ઢળી પડે છે અને ક્ષણભરમાં મોત થાય છે.
આ પણ વાંચો: Gandhinagar News: "મોબાઈલ મૂકો અને દર્દીની સેવા કરો", CM ભૂપેન્દ્રભાઈ પટેલની આરોગ્ય કર્મીઓને ટકોર

