Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
search_img
external_link1
ગુજરાત મારો જિલ્લો મારું ગામ બિઝનેસ video પૉડકાસ્ટ મનોરંજન ટેક & ઓટો ધર્મ ભક્તિ

ગોંડલ અમિત ખૂંટ કેસમાં સૌથી મોટા સમાચાર: અનિરૂદ્ધસિંહ જાડેજાના હાઈકોર્ટે કર્યા જામીન મંજૂર

Amit Khunt Suicide Case: ગોંડલના ચકચારી અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને ગુજરાત હાઈકોર્ટે નિયમિત જામીન મંજૂર કરીને મોટી રાહત આપી છે. આ અગાઉ તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાના જામીન પણ મંજૂર થઈ ચૂક્યા છે. પિતા-પુત્ર બંનેને જામીન મળતા રીબડા અને ગોંડલ પંથકના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.
ગોંડલ અમિત ખૂંટ કેસમાં સૌથી મોટા સમાચાર  અનિરૂદ્ધસિંહ જાડેજાના હાઈકોર્ટે કર્યા જામીન મંજૂર

Amit Khunt Suicide Case: ગુજરાતમાં ચકચારી બનેલા ગોંડલના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં (Amit Khunt Suicide Case) કાયદાકીય મોરચે મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં (Case) મુખ્ય આરોપીઓ પૈકીના એક એવા રીબડાના (Ribda) ક્ષત્રિય અગ્રણી અનિરૂદ્ધસિંહ જાડેજાને (Aniruddhsinh Jadeja) ગુજરાત હાઈકોર્ટ તરફથી (Gujarat High Court) મોટી રાહત મળી છે. હાઈકોર્ટે (High Court) તેમની નિયમિત જામીન અરજી (Regular Bail Application) મંજૂર કરી દીધી છે.

પિતા-પુત્ર બંનેને કોર્ટ તરફથી મળી રાહત

આ હાઈપ્રોફાઈલ આત્મહત્યા કેસમાં (Suicide Case) અગાઉ અનિરૂદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ જાડેજાના (Rajdeepsinh Jadeja) પણ નિયમિત જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. રાજદીપસિંહ જાડેજા બાદ હવે તેમના પિતા અનિરૂદ્ધસિંહ જાડેજાના (Aniruddhsinh Jadeja) પણ રેગ્યુલર જામીન (Regular Bail) મંજૂર થતાં જાડેજા પરિવાર અને તેમના સમર્થકોને કાનૂની પ્રક્રિયામાં મોટી સફળતા મળી છે. હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ ચુકાદો આપ્યો છે.

શું હતો સમગ્ર વિવાદ?

રાજકોટ (Rajkot) જિલ્લાના ગોંડલ (Gondal) પંથકમાં થોડા સમય પહેલાં અમિત ખૂંટ નામના યુવકે આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાદ મૃતકના પરિવારે રીબડાના (Ribda) અનિરૂદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર સહિતના શખ્સો સામે મરવા માટે મજબૂર કર્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ કેસને (Case) પગલે ગોંડલ અને રીબડા પંથકના રાજકારણ તેમજ સામાજિક ક્ષેત્રે ભારે ગરમાવો આવી ગયો હતો અને પોલીસ (Police) દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવી હતી.

કડક શરતો સાથે જામીન મંજૂર

ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) અનિરૂદ્ધસિંહ જાડેજાના નિયમિત જામીન મંજૂર કરતી વખતે કેટલીક આકરી શરતો પણ લાદી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. તપાસમાં સહકાર આપવો અને કોર્ટની (Court) પરવાનગી વિના વિસ્તાર બહાર ન જવાની શરતો સાથે તેમને જેલમુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પિતા-પુત્ર બંનેને જામીન મળી જતા હવે આ કેસમાં નવો વળાંક આવી શકે છે.

આ પણ વાંચો: Ahmedabad માં ચકચારી હત્યા: શાહીબાગમાં ઘરમાં ઘૂસી 25 શખ્સોનો હુમલો, આધેડનું સારવાર દરમિયાન મોત

Tags :