Gandhinagar : ડોલર કોટેચાજીના 70મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે 70 વૃક્ષોનું વાવેતર, સેવાનું એક નવું વટવૃક્ષ
Gandhinagar : આ પાવન અવસરે સહકાર સપ્તાહની ઉજવણી અંતર્ગત ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામ વિકાસ બેંક લિ. (ખેતી બેંક) દ્વારા રાજ્યભરમાં વ્યાપક સોશિયલ મીડિયા જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું.
જેથી ગામડાના છેવાડાના ખેડૂત સુધી બેંકની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, વીમા સુરક્ષા, ધિરાણ સુવિધાઓ, બચત યોજનાઓ અને અન્ય સેવાઓની માહિતી પહોંચે તથા વધુમાં વધુ ખેડૂતો તેનો લાભ મેળવી શકે.
આ પ્રસંગે ખેતી બેંકના પરિવાર દ્વારા સહકાર પ્રતિજ્ઞા પણ લેવામાં આવી
પ્રતિજ્ઞા હેઠળ ભારતમાં નિર્મિત ઉત્પાદનોના ઉપયોગને પ્રાથમિકતા આપવી, વધુમાં વધુ વૃક્ષારોપણ કરી પર્યાવરણનું સંરક્ષણ કરવું, તમાકુ, ગુટખા, ધૂમ્રપાન અને અન્ય વ્યસનોથી દૂર રહેવું.
સમાજને પણ વ્યસનમુક્ત જીવન માટે પ્રેરિત કરવું, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, સામાજિક જવાબદારી અને રાષ્ટ્રહિતના કાર્યોમાં સક્રિય ભાગ લેવો તથા સહકારના સિદ્ધાંતોને જીવનમાં આત્મસાત કરીને સૌના સુખ, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે કાર્ય કરવું –એવો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો.
સહકાર સપ્તાહમાં ખેતી બેંકનો સંકલ્પ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના “સહકારથી સમૃદ્ધિ”*ના દ્રષ્ટિકોણ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહના દ્રષ્ટિવંત નેતૃત્વથી સહકાર ક્ષેત્રને નવી દિશા અને નવી ગતિ પ્રાપ્ત થઈ છે.
તે જ પ્રેરણાથી ખેતી બેંક ખેડૂત કલ્યાણને કેન્દ્રસ્થાને રાખીને દરેક ગામ અને દરેક ખેડૂત સુધી વિકાસના અવસર પહોંચાડવા અવિરત કાર્યરત છે. વૃક્ષો સમય સાથે વિશાળ બનશે, પરંતુ આજે વાવાયેલા સહકાર, સેવા, સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમના બીજ આવનારી પેઢીઓ માટે પણ પ્રેરણાનું વટવૃક્ષ બની રહેશે.“સહકારથી સમૃદ્ધિ” એ માત્ર સૂત્ર નથી, પરંતુ ખેડૂત, સમાજ અને રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટેનો આપણો અડગ સંકલ્પ છે.
આ પણ વાંચો : UPSC Exam ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર, ગુજરાત સરકાર આપશે રૂ.2.05 લાખ સુધીની પ્રોત્સાહન સહાય

