Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
search_img
external_link1
ગુજરાત મારો જિલ્લો મારું ગામ બિઝનેસ video પૉડકાસ્ટ મનોરંજન ટેક & ઓટો ધર્મ ભક્તિ

Bharuch : નિર્માણાધીન શોપિંગ મોલની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થતાં પિતા-પુત્રના મોત, એક જ પરિવારના 4 સભ્યો દટાયા હતા

Bharuch ના આલી માતરીયા તળાવ વિસ્તારમાં નિર્માણાધીન વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની સાઈટ પર આવેલી વિશાળ દિવાલ અચાનક નજીકમાં આવેલા રહેણાંક મકાન પર ધસી પડી હતી જેમાં એક જ પરિવારના 4 સભ્યો દટાયા હતા જેમાં 2ના મોત થયા છે અને 2 ને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડયા છે.
bharuch   નિર્માણાધીન શોપિંગ મોલની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થતાં પિતા પુત્રના મોત  એક જ પરિવારના 4 સભ્યો દટાયા હતા

Bharuch શહેરમાં દીવાલ ધસી પડતા 2 લોકોના મોત થયા છે અને શોપિંગ મોલના સાઇટની દીવાલ મકાન પર પડી હતી જેના કારણે દોડધામ મચી હતી અને એક જ પરિવારના 4 સભ્યો દટાયા હતા.

જેમાં પિતા-પુત્રના મોત અને 2 મહિલાનો આબાદ બચાવ થયો છે. ફાયર વિભાગે મૃતદેહ અને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા છે અને ભરૂચના આલી માતરીયા તળાવ વિસ્તારમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.

શોપિંગ મોલની સાઇટની દિવાલ મકાન પર પડી

ભરૂચના આલી માતરીયા તળાવ વિસ્તારમાં નિર્માણાધીન વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની સાઈટ પર આવેલી વિશાળ દિવાલ અચાનક નજીકમાં આવેલા રહેણાંક મકાન પર ધસી પડી હતી.

આ ગંભીર દુર્ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ ભારેખમ દિવાલ બાજુમાં આવેલા એક મકાન પર તૂટી પડી ત્યારે પરિવાર ઘરમાં સુતેલો હતો, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે, પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.

કાટમાળ નીચે દબાયેલા પિતા-પુત્રનું કરૂણ મોત

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત બાદ કાટમાળ નીચે ફસાયેલા તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

દિવાલ પડતા ઘરની અંદર સૂતેલા પરિવારને બહાર નીકળવાનો મોકો મળ્યો ન હતો અને જીવ ગયો છે. તો આસપસના લોકોનું પણ કહેવું છે કે, બિલ્ડરની સામે ગુનો નોંધવામાં આવે અને મૃતકના પરિવારને ન્યાય મળે છે. આ ઘટનાને પગલે આખા વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. હાલમાં તંત્ર દ્વારા આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Valsad માં છેલ્લા 24 કલાકમાં 3 ઈંચ કરતા વધુ વરસાદ, મોગરવાડી અંડરપાસમાં પાણી ભરાતા રસ્તો થયો બંધ

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

Tags :