Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
search_img
external_link1
ગુજરાત મારો જિલ્લો મારું ગામ બિઝનેસ video પૉડકાસ્ટ મનોરંજન ટેક & ઓટો ધર્મ ભક્તિ

Gandhinagar News: રાજ્યના ખેડૂતો માટે મહત્વના નિર્ણયોની શક્યતા, આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક

Gujarat Cabinet Meeting: ગાંધીનગર (Gandhinagar) ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યના મંત્રીમંડળની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ખેડૂતોના પડતર પ્રશ્નો, ચોમાસાની સ્થિતિ અને રાજ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
gandhinagar news  રાજ્યના ખેડૂતો માટે મહત્વના નિર્ણયોની શક્યતા  આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક

Gujarat Cabinet Meeting: ગાંધીનગર (Gandhinagar) ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યના મંત્રીમંડળની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ખેડૂતોના પડતર પ્રશ્નો, ચોમાસાની સ્થિતિ અને રાજ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

ખેડૂતોને મળશે મોટી રાહત?

ખેતરોમાં વીજ પોલના વળતર બાબતે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો ઉકેલ લાવવા માટે સરકાર નવી પોલિસીની જાહેરાત કરી શકે છે. ખેડૂતોના હિતમાં લેવાનારા આ નિર્ણય પર સૌની નજર છે.

ચોમાસું અને વહીવટી તંત્રની તૈયારીઓ

વર્તમાન ચોમાસાની સ્થિતિ, વરસાદની ખેંચ અને સિંચાઈના પાણીની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવશે. સાથે જ, સંભવિત અતિવૃષ્ટિ કે પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અને જિલ્લા કક્ષાએ પ્રશાસનની સજ્જતાની પણ સમીક્ષા કરવામાં આવશે.

PM મોદીના ગુજરાત પ્રવાસની તૈયારીઓની સમીક્ષા કરાશે

આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરાશે તેમજ વાયબ્રન્ટ ગુજરાત હેઠળ આયોજિત પ્રાદેશિક પરિષદોની પ્રગતિનો રિપોર્ટ અને વિવિધ યોજનાઓના અમલીકરણની ગતિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની સમીક્ષા પણ કરાશે.

આ પણ વાંચો:  UPSC Exam ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર, ગુજરાત સરકાર આપશે રૂ.2.05 લાખ સુધીની પ્રોત્સાહન સહાય

Tags :