Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
search_img
external_link1
ગુજરાત મારો જિલ્લો મારું ગામ બિઝનેસ video પૉડકાસ્ટ મનોરંજન ટેક & ઓટો ધર્મ ભક્તિ

Gujarat Heavy Rainfall: દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, 3 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતના ત્રણ મુખ્ય જિલ્લાઓમાં મેઘરાજાએ રેડ એલર્ટ જેવી ગંભીર સ્થિતિ સર્જી છે, જ્યારે બાકીના 16 જિલ્લાઓ પણ ઓરેન્જ એલર્ટ હેઠળ છે તો અમદાવાદ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
gujarat heavy rainfall  દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ  3 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

Gujarat Heavy Rainfall: રાજ્યમાં ચોમાસાએ વિનાશક વળાંક લીધો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે 'રેડ એલર્ટ' (Red Alert) જાહેર કર્યું છે, જે આગામી સાંજ સુધી અત્યંત ગંભીર સ્થિતિ સૂચવે છે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા હેતને બદલે આફત બનીને વરસી રહ્યા છે, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ, અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગના લેટેસ્ટ નાઉકાસ્ટ (Nowcast) મુજબ, દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લામાં અતિભારે વરસાદ (Extremely Heavy Rainfall) ની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ મેઘ તાંડવની શક્યતા છે. સાંજ સુધી આ વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ શકે તેવી પ્રબળ સંભાવનાઓ છે. બીજી તરફ, રાજ્યના 16 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ (Orange Alert) આપવામાં આવ્યું છે, જેમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓનો સમાવેશ થાય છે. અમદાવાદ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ હોવાથી તંત્રને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

Gujarat Heavy Rainfall: તંત્ર દ્વારા સાવચેતીના પગલાં

સતત પડી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, સાંજે 7 વાગ્યા સુધી સ્થિતિ અત્યંત ગંભીર રહી શકે છે. નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને નદી-નાળા નજીક ન જવા માટે અપીલ કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના ડેમ અને જળાશયોમાં પાણીની નવી આવક થઈ રહી છે, જેના પર મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Adani Ports: અદાણી પોર્ટસના વિઝિંજામ પોર્ટમાં MSC 2.85 અબજ ડોલરનું તોતિંગ રોકાણ કરશે

Tags :