Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
search_img
external_link1
ગુજરાત મારો જિલ્લો મારું ગામ બિઝનેસ video પૉડકાસ્ટ મનોરંજન ટેક & ઓટો ધર્મ ભક્તિ

PM Modi એ ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને સાથે કરી વાત, પશ્વિમ એશિયાની તાજેતરની ઘટનાઓ વિશે કરી ચર્ચા

પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય સંઘર્ષોની વચ્ચે, ભારતે વધુ એક વખત પોતાની મધ્યસ્થ ભૂમિકા સ્પષ્ટ કરી છે. પીએમ મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ વચ્ચેની આ વાતચીત માત્ર એક રૂટિન કોલ નથી, પરંતુ બદલાતા વિશ્વના સમીકરણોમાં ભારતની વધતી જતી આક્રમક કૂટનીતિનો સંકેત છે.
pm modi એ ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને સાથે કરી વાત  પશ્વિમ એશિયાની તાજેતરની ઘટનાઓ વિશે કરી ચર્ચા

PM Modi Iran President Talk: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (Prime Minister Narendra Modi) એ પશ્ચિમ એશિયા (West Asia) માં પ્રવર્તમાન તણાવ અને તાજેતરના ઘટનાક્રમ અંગે ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશકિયન (President Masoud Pezeshkian) સાથે મહત્વપૂર્ણ ટેલિફોનિક વાતચીત કરી છે. આ ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રદેશમાં શાંતિ, સ્થિરતા (Stability) અને આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો.

PM એ આ નિર્ણયને વધાવ્યો

વડાપ્રધાને તેહરાન (Tehran) અને વોશિંગ્ટન (Washington) વચ્ચે થયેલી સમજૂતીનું સ્વાગત કર્યું છે. તેમણે સ્પષ્ટપણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તમામ વિવાદાસ્પદ મુદ્દાઓનું નિરાકરણ માત્ર વાતચીત અને રાજદ્વારી માધ્યમો (Diplomacy) દ્વારા જ લાવવું જોઈએ. લશ્કરી સંઘર્ષને બદલે શાંતિપૂર્ણ સંવાદ એ જ લાંબા ગાળાની સ્થિરતાનો એકમાત્ર માર્ગ છે.

PM એ હોર્મુઝ સ્ટ્રેટ અંગે કરી વાત

વધુમાં, વડાપ્રધાને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માં નેવિગેશન (Navigation) ની સ્વતંત્રતા અને દરિયાઈ વેપારની સુરક્ષાના મહત્વ પર ભાર મૂક્યો છે. ભારત માટે આ માર્ગો ઊર્જા પુરવઠા (Energy Supply) અને આંતરરાષ્ટ્રીય વેપારની દ્રષ્ટિએ અત્યંત મહત્વના છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આ વ્યૂહાત્મક માર્ગો પર વ્યાપારિક ગતિવિધિઓ કોઈ પણ અવરોધ વગર ચાલુ રહેવી જોઈએ, જેથી વૈશ્વિક અર્થતંત્ર પર કોઈ નકારાત્મક અસર ન પડે.

PM Modi : ભારત પોતાની વિદેશ નીતિમાં તટસ્થ

મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ સર્જાયા બાદથી ભારત પોતાની વિદેશ નીતિમાં તટસ્થ અને સંતુલિત અભિગમ જાળવી રહ્યું છે. ભારત સતત તમામ પક્ષોને સંયમ રાખવા અને માનવીય મૂલ્યોને પ્રાધાન્ય આપવાની અપીલ કરી રહ્યું છે. જોકે, અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો અંગે હજુ પણ અનિશ્ચિતતા જોવા મળી રહી છે. ટ્રમ્પ દ્વારા કતાર (Qatar) માં યોજાનારી સંભવિત વાટાઘાટોના દાવાને ઈરાને સત્તાવાર રીતે નકારી કાઢતા પ્રાદેશિક સુરક્ષામાં એક નવો વળાંક આવ્યો છે.

આ પણ વાંચો: ગોંડલ અમિત ખૂંટ કેસમાં સૌથી મોટા સમાચાર: અનિરૂદ્ધસિંહ જાડેજાના હાઈકોર્ટે કર્યા જામીન મંજૂર

Tags :