Incredible India Initiative: ભારતીય પ્રવાસનનો ડિજિટલ કાયાકલ્પ, પ્રવાસન મંત્રાલય અને ગૂગલ ઈન્ડિયા વચ્ચે ઐતિહાસિક કરાર
Incredible India Initiative: ભારતના સાંસ્કૃતિક વારસા અને પર્યટન સ્થળોને વિશ્વના નકશા પર વધુ મજબૂત રીતે સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે, પ્રવાસન મંત્રાલય (Ministry of Tourism) અને ટેક જાયન્ટ ગૂગલ ઈન્ડિયા (Google India) વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. નવી દિલ્હી ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત (Gajendra Singh Shekhawat) ની ઉપસ્થિતિમાં આ કરારનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.
ડિજિટલ ટેકનોલોજી દ્વારા પ્રવાસનનો વિકાસ
આ પ્રસંગે સંબોધન કરતા મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું હતું કે, આજના ડિજિટલ યુગમાં પ્રવાસન ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરવા માટે આધુનિક ટેકનોલોજી અનિવાર્ય છે. તેમણે કહ્યું કે, "ડિજિટલ માધ્યમો દ્વારા આપણે ભારતના ગૌરવશાળી અને ભવ્ય સાંસ્કૃતિક વારસાને સમગ્ર વિશ્વના પ્રવાસીઓ સુધી એક 'ઇમર્સિવ' (Immersive) અનુભવ તરીકે પહોંચાડી શકીએ છીએ." આ ભાગીદારી 'ઇનક્રેડિબલ ઇન્ડિયા' (Incredible India) પહેલને નવી દિશા આપશે અને ભારતને વિશ્વનું એક સૌથી આધુનિક અને સ્પર્ધાત્મક પ્રવાસન સ્થળ બનાવવામાં મદદરૂપ થશે.
Incredible India Initiative: કરારના મુખ્ય પાસાઓ અને ટેકનિકલ સહયોગ
આ ભાગીદારી અંતર્ગત ગૂગલ ઈન્ડિયા પ્રવાસન મંત્રાલયને ડેટા-આધારિત આંતરદૃષ્ટિ (Insights) પૂરી પાડશે. જેમાં:
વૈશ્વિક પ્રવાસના વલણો: ગૂગલ દ્વારા મળતી માહિતીથી મંત્રાલયને પ્રવાસીઓના વર્તન (Traveller Behaviour) અને તેમની પસંદગીઓ સમજવામાં સરળતા રહેશે, જેથી પ્રવાસન પ્રમોશનને વધુ અસરકારક રીતે પ્લાન કરી શકાશે.
ક્ષમતા નિર્માણ (Capacity Building): પ્રવાસન મંત્રાલયના અધિકારીઓ માટે ખાસ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં ડિજિટલ માર્કેટિંગ, આકર્ષક કન્ટેન્ટ ક્રિએશન (Content Creation) અને કેમ્પેઈન ઓપ્ટિમાઈઝેશન જેવી બાબતો શીખવવામાં આવશે.
AI નો ઉપયોગ: ભવિષ્યના પ્રવાસન પ્રોજેક્ટ્સને વેગ આપવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence) નો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે, જેથી પ્રવાસીઓને વ્યક્તિગત અનુભવ (Personalized Experience) મળી શકે.
આ કરાર માત્ર પ્રચાર પૂરતો સીમિત નથી, પરંતુ ભારતીય પ્રવાસન માળખાને ટેકનોલોજીની મદદથી આધુનિક બનાવવાની એક મોટી પહેલ છે. આ ભાગીદારીથી આગામી સમયમાં ભારતના ઓછા જાણીતા પ્રવાસન સ્થળોને પણ વૈશ્વિક ઓળખ મળશે તેવી પ્રબળ આશા છે.
આ પણ વાંચો: PM Modi એ ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને સાથે કરી વાત, પશ્વિમ એશિયાની તાજેતરની ઘટનાઓ વિશે કરી ચર્ચા

