Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
search_img
external_link1
ગુજરાત મારો જિલ્લો મારું ગામ બિઝનેસ video પૉડકાસ્ટ મનોરંજન ટેક & ઓટો ધર્મ ભક્તિ

Gujarat High Court નો મોટો ચુકાદો, સપ્તપદીના ફેરા વગર મેરેજ સર્ટિફિકેટ માન્ય નહીં, હિન્દુ લગ્નવિધિ સંપન્ન થવી અનિવાર્ય

Gujarat High Court એ મેરેજ સર્ટિફિકેટ મામલે મહત્વનો ચુકાદો આપ્યો છે જેમાં હાઈકોર્ટે કહ્યું કે, સપ્તપદીના ફેરા વગર મેરેજ સર્ટિફિકેટ માન્ય નહીં ગણાય અને જસ્ટિસ ઈલેશ વોરા, જસ્ટિસ આર.ટી. વાછાનીની બેન્ચનો ચુકાદો સામે આવ્યો છે.
gujarat high court નો મોટો ચુકાદો  સપ્તપદીના ફેરા વગર મેરેજ સર્ટિફિકેટ માન્ય નહીં  હિન્દુ લગ્નવિધિ સંપન્ન થવી અનિવાર્ય

Gujarat High Court ની ખંડપીઠે ફેમિલી કોર્ટનો આદેશ રદબાતલ ઠેરવ્યો છે અને યુવતીએ લગ્ન સર્ટિફિકેટ રજૂ કરી પત્ની હોવાનો કર્યો હતો દાવો અને યુવક બ્રિટનમાં અભ્યાસ અને નોકરી કરતો હોવાનું આવ્યું સામે.

જેમાં માત્ર સર્ટિફિકેટ લગ્નવિધિનું પ્રમાણ ન ગણાય તેવું અવલોકન ગુજરાત હાઇકોર્ટનું છે અને ફેમિલી કોર્ટનો કેસ ચલાવવાનો આદેશ હાઇકોર્ટે રદ કર્યો.

ગુજરાત હાઇકોર્ટનો લગ્ન સર્ટિફિકેટ મામલે મહત્વનો ચુકાદો

આ કેસની વાત કરીએ તો યુવતીએ રજૂ કરેલ સર્ટિફિકેટમાં બ્રિટનમાં રહેતા યુવકની છેતરપિંડીની સહીથી મેરેજ સર્ટિફિકેટને હાઇકોર્ટ કર્યું રદ અને તો હિન્દુ લગ્નવિધિ પ્રમાણે લગ્ન થવા મહત્વના છે તો સર્ટિફિકેટથી લગ્નવિધિ સંપન્ન થયાની એક પ્રક્રિયા છે. માત્ર સર્ટિફિકેટને આધારે કેસ ચલાવવાનો ફેમિલી કોર્ટનો આદેશ હાઈકોર્ટે રદ કર્યો છે.

અગાઉ યુવક યુવતીના પિતાને ત્યાં નોકરી કરતો હતો. પ્રમોશન અમે નોકરીથી કાઢવાની ધમકીને પગલે ખોટી રીતે સહી લઈ મેરેજ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. હાઈકોર્ટે સુનાવણીમાં કહ્યું હતું કે, જો હિન્દુ મેરેજ એક્ટ હેઠળ જરૂરી વિધિ કરાઈ ના હોય તો માત્ર રજિસ્ટર્ડ મેરેજ સર્ટિફિક્ટના આધારે લગ્નને માન્યતા મળી શકતી નથી. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, મેરેજ સર્ટિફિકેટ એ માત્ર પહેલાથી જ વિધિવત રીતે સંપન્ન થઈ ચૂકેલી લગ્નવિધિનો પુરાવો છે.

જાણો શું હતો સમગ્ર મામલો?

આ સમગ્ર કેસ યુકેમાં રહેતા એક વ્યક્તિની અરજી સાથે જોડાયેલો છે.ફેમિલી કોર્ટે આ કેસની સુનાવણીમાં તે વ્યક્તિ અને મહિલા વચ્ચેના કથિત લગ્નને રદ કરવાનો ઈનકાર કરી દીધો હતો.

ફેમિલી કોર્ટનું એવું માનવું હતું કે,મેરેજ સર્ટિફિકેટ હોવાથી લગ્નની કાયદેસરતાનું અનુમાન લગાવી શકાય છે અને આ બાબતે સંપૂર્ણ સુનાવણી જરૂરી છે. કોર્ટના આ ચુકાદા બાદ અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી.અરજી કરનાર વ્યક્તિએ એવો દાવો કર્યો હતો કે, તેની પત્ની હોવાનો દાવો કરતી મહિલા મેરેજ સર્ટિફિકેટ લઈને આવી હતી અને મારા માતા પિતા સામે મારી કાયદેસરની પત્ની હોવાનો દાવો કર્યો હતો.

આ પ્રકારના કેસ અગાઉ પણ સામે આવી ચૂક્યા છે

હાઈકોર્ટમાં જસ્ટીસ ઈલેશ વોરા અને જસ્ટીસ આર.ટી. વછરાણીની ખંડપીઠ હેઠળ જ્યારે આ કેસની સુનાવણી હાથ ધરાઈ ત્યારે કોર્ટે એવું કહ્યું હતું કે,જ્યારે મહિલાએ પોતે સ્વીકાર્યું છે કે હિન્દુ લગ્ન માટેની આવશ્યક વિધિઓ ક્યારેય કરવામાં આવી જ નથી તો બંને પક્ષોને લાંબી સુનાવણી માટે મજબૂર કરવાનું કોઈ કારણ રહેતું નથી.હિન્દુ મેરેજ એક્ટની કલમ-8 હેઠળ રજિસ્ટ્રેશન માત્ર એ લગ્નનો પુરાવો આપે છે જે પહેલેથી જ કાયદેસર રીતે સંપન્ન થયા છે.

આ પણ વાંચો : Bharuch : નિર્માણાધીન શોપિંગ મોલની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થતાં પિતા-પુત્રના મોત, એક જ પરિવારના 4 સભ્યો દટાયા હતા

Tags :