Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
search_img
external_link1
ગુજરાત મારો જિલ્લો મારું ગામ બિઝનેસ video પૉડકાસ્ટ મનોરંજન ટેક & ઓટો ધર્મ ભક્તિ

Gujarat News Today: આજે 01 જુલાઈ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat News Today: આજે 1 જુલાઈના રોજ રાજ્યભરમાં 'નમો સ્વચ્છતા અભિયાન'નો વ્યાપક પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહેશે. બીજી તરફ, સચિવાલયમાં મળનારી કેબિનેટ બેઠકમાં વીજપોલ વળતર પોલિસી, વરસાદની ખેંચ અને આગામી વડાપ્રધાનના પ્રવાસ અંગે મહત્વની સમીક્ષા કરવામાં આવશે.
gujarat news today  આજે 01 જુલાઈ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં

Gujarat News Today: આજે 1 જુલાઈના રોજ રાજ્યભરમાં 'નમો સ્વચ્છતા અભિયાન'નો વ્યાપક પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહેશે. બીજી તરફ, સચિવાલયમાં મળનારી કેબિનેટ બેઠકમાં વીજપોલ વળતર પોલિસી, વરસાદની ખેંચ અને આગામી વડાપ્રધાનના પ્રવાસ અંગે મહત્વની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત, અમદાવાદમાં પાર્કિંગની સમસ્યા, રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ચિંતાજનક સ્થિતિ વચ્ચે આજનો દિવસ રાજકીય અને સામાજિક રીતે અત્યંત વ્યસ્ત રહેવાની સંભાવના છે.

નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્યના તમામ આરોગ્ય કેન્દ્રોમાં સામૂહિક સામાજિક સ્વચ્છતા મહાઅભિયાન શુભારંભ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની હાજરીમાં જી.એમ.ઇ.આર.એસ ઓડીટોરીયમ હોલ, સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતેથી કરવામાં આવશે.

Gujarat News Today: કેબિનેટ બેઠક યોજાશે

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક સવારે 10:30 કલાકે મળશે.વીજપોલ અને જમીન સંપાદન વળતર મામલે નવી પોલિસી અંગે કેબિનેટ બેઠકમા ચર્ચા થઈ શકે છે. ખેડૂત આંદોલન અને વિવિધ ખેડૂત સંગઠનોની રજૂઆતના પગલે રાજ્ય સરકાર વીજ પોળ અંગે નવી પોલિસી લાવી શકે છે. આ ઉપરાંત રાજ્યમાં વરસાદ ખેંચાતા પાક વાવેતર, પાણી અને ઘાસચારાની સ્થિતિ અંગે પણ સમીક્ષા થઈ શકે છે. તેમજ PM મોદી આગામી 4 જુલાઈના ગુજરાત પ્રવાસની તૈયારીઓ અંગે પણ સમીક્ષા થશે. આ ઉપરાંતની કેટલીક નીતિ વિષયક બાબતો અંગે પણ કેબિનેટ બેઠકમાં પણ થશે.

અમદાવાદ

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પાર્કિંગની ગંભીર સમસ્યા દિવસેને દિવસે વિકરાળ બની રહી છે. મણિનગરના પોશ ગણાતા કાંકરિયા ગેટ નંબર-2 વિસ્તારની રહેણાંક સોસાયટીઓમાં હવે સ્થાનિકો માટે વાહન પાર્ક કરવું પણ મુશ્કેલ બન્યું છે. વર્ષો પહેલાં બનાવાયેલા ઇવી ચાર્જિંગ સ્ટેશનનો આજ સુધી ઉપયોગ શરૂ ન થતાં હવે તે જગ્યા ફ્રી પાર્કિંગમાં ફેરવાઈ ગઈ છે. સ્થાનિકોના આક્ષેપ છે કે બહારના વાહનોના કાયમી કબજાના કારણે રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ધોરણ 10માં અભ્યાસ કરતા મિથિલેશ ખાંડવાલા નામના વિદ્યાર્થીએ ભગવત ગીતાના શ્લોક વર્તમાન સમયમાં Zen G ને કેન્દ્રમાં રાખી ગીતા અને તેનું મહત્વ સમજાવતી એક પુસ્તક લખી છે જેનું આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના પત્ની સોનલબેન, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના પત્નીના હસ્તે લોકાર્પણ કરવાના છે

આ ઉપરાંત અમદાવાદના રણછોડ રાય મંદિર સરસપુર ખાતે ભગવાન જગન્નાથજી ને કેરીનો મનોરથ ધરાવવામાં આવશે , સાંજે 5 વાગે ભક્તો ભક્તિમય ભજન અને ભાણેજને લાડ લડાવતા ભક્તો ભક્તિ માં લીન જોવા મળશે.

રાજકોટ

રાજ્યના કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા સિવિલ હોસ્પિટલ ખાતે યોજાનાર નમો સ્વચ્છતા અભિયાનમાં જોડાશે સવારે 8:30 કલાકે આ કાર્યક્રમ યોજાશે.

આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ગત અઠવાડિયે 27.20 લાખનું ભોજન, લીંબુપાણી તેમજ નાસ્તા સહિતનું બિલ પેન્ડિંગ રાખવામાં આવ્યું હતું. તે વધુ એક વખત પેન્ડિંગ રહે તેવી પૂરેપૂરી શક્યતા જોવામાં આવી રહી છે. વર્ષોથી મહાનગરપાલિકામાં ચાલી આવતા રેટ કોન્ટ્રાક્ટ મામલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ફેરફાર થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓ દ્વારા સતત કરકસર તેમજ મહાનગરપાલિકાના નાણા બચાવવાના દાવા સતત કરવામાં આવી રહ્યા છે. ત્યારે ખરા અર્થમાં રેટ કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરી મહાનગરપાલિકાના નાણા બચાવવામાં આવે છે કે કેમ તે જોવું મહત્વનું બની રહેશે.

મહેસાણા

ઉત્તર ગુજરાતમાં મેઘરાજા રિસાયા, મહેસાણા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત, ચાલુ વર્ષે અત્યાર સુધી માત્ર 2.77 ટકા જ વરસાદ નોંધાયો, ગત વર્ષે આ સમયે 17 ટકા વરસાદ થયો હતો.

નવસારી

ગુજરાતની આરોગ્ય સંસ્થાઓ સ્વચ્છ રાખવા સરકાર દ્વારા 1 જુલાઈથી નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાશે. નવસારી જિલ્લામાં નવનિર્મિત GMERS મેડિકલ કોલેજ ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી. આર. પાટીલ તેમજ રાજ્યના આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અભિયાનની શરૂઆત થશે.

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લાના કોંઢ ગામે ખાનગી કંપની દ્વારા વીજ લાઇન નાખવા મામલે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંઢ ગામની મુલાકાત લેશે અને ખેડૂતો સાથે ચર્ચા કરશે. તેમજ કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સહિતના આગેવાનો પણ આવતીકાલે કોંઢ ગામની મુલાકાત લેશે.

આ પણ વાંચો : Rashifal 01 july 2026  : આ 3 રાશિઓ માટે આજનો દિવસ રહેશે અત્યંત શુભ, જાણો રાશિફળ

Tags :