Gujarat Weather : આગામી 3 કલાકમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે, અનેક જિલ્લાઓમાં વરસાદને લઈ ઓરેન્જ એન્ડ યલો એલર્ટ અપાયું
Gujarat Weather : દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચમાં ઓરેન્જ એલર્ટ તો આણંદ, દાહોદ, પંચમહાલ, અમરેલીમાં યલો એલર્ટ અને ભાવનગર, અમરેલી, ગીરસોમનાથમાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગે 3 કલાક માટે વરસાદની આગાહી જાહેર કરી
ઓરેન્જ એલર્ટ સાથે દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી 3 કલાક માટે IMDની ચેતવણી સામે આવી છે જેમાં છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
41 થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે અને ગાજવીજ સાથે વરસાદ અને વીજળી પડવાની સંભાવના સેવાઈ રહી છે. દાહોદ, પંચમહાલ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
રાજ્યમાં 2 કલાકમાં 27 તાલુકામાં વરસાદ
વાપીમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. ઉમરગામમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. પારડી અને વલસાડમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. પલસાણા, હાંસોટમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદ છે. સવારે 6 થી 8 કલાક સુધીનો આ વરસાદ છે. હવામાન વિભાગના મતે 2 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. 3 અને 4 જુલાઈએ દક્ષિમ ગુજરાતના જિલ્લાઓમાં અતિથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : Headline 12 PM : વાંચો સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર

