Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
search_img
external_link1
ગુજરાત મારો જિલ્લો મારું ગામ બિઝનેસ video પૉડકાસ્ટ મનોરંજન ટેક & ઓટો ધર્મ ભક્તિ

Gujarat Rain : છેલ્લા 24 કલાકમાં 76 તાલુકામાં મેઘ મહેર, નવસારીમાં સાડા 4 ઈંચ વરસાદ વરસ્યો

Gujarat Rain : ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. શરુઆતમાં જ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. રાજ્યના કુલ 76 તાલુકામાં મેઘરાજાએ સાર્વત્રિક હાજરી નોંધાવતા ખેડૂતો અને નાગરિકોમાં આનંદની લાગણી પ્રસરી છે.
gujarat rain   છેલ્લા 24 કલાકમાં 76 તાલુકામાં મેઘ મહેર  નવસારીમાં સાડા 4 ઈંચ વરસાદ વરસ્યો

Gujarat Rain : ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. શરુઆતમાં જ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. રાજ્યના કુલ 76 તાલુકામાં મેઘરાજાએ સાર્વત્રિક હાજરી નોંધાવતા ખેડૂતો અને નાગરિકોમાં આનંદની લાગણી પ્રસરી છે. આ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે.

Gujarat Rain :  નવસારીમાં સાડા 4 ઈંચ વરસાદ વરસ્યો

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા અનુસાર સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લામાં નોંધાયો છે. જ્યાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત જલાલપોર અને કામરેજ પંથકમાં પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા હોય તેમ પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ વલસાડ અને સાવરકુંડલામાં સાડા ત્રણ ઈંચ વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ

બીજી તરફ સુરત અને ધરમપુરમાં 3 ઈંચ વરસાદ થતાં જનજીવન પર અસર જોવા મળી હતી. આ ઉપરાંત રાજ્યના 8 તાલુકામાં 2 થી ઈંચ અને 15 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. બાકીના તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા છે. જો કે સતત વરસી રહેલા વરસાદથી ડેમ અને જળાશયોમાં નવા નીરની આવક થવાની શક્યતા છે.

આ પણ વાંચો : Vadodara એસિડ એટેક કેસ, પત્નીનો ચહેરો વિકૃત કરનાર પતિને આજીવન કેદની સજા

Tags :