Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
search_img
external_link1
ગુજરાત મારો જિલ્લો મારું ગામ બિઝનેસ video પૉડકાસ્ટ મનોરંજન ટેક & ઓટો ધર્મ ભક્તિ

Rajkot Rural Police નું 'ઓપરેશન કારાવાસ 2, ગુનાખોરી આચરનાર 18 આરોપી જેલના સળિયા પાછળ

Rajkot Rural Police નું ઓપરેશન કારાવાસ 2 શરૂ થયું છે, જેમાં ગુનાખોરી આચરતા 18 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. રાજકોટ રૂરલ પોલીસે ગુજરાતના અલગ-અલગ 12 જિલ્લામાંથી આરોપીઓને ઝડપી પાડયા છે. અને અલગ-અલગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
rajkot rural police નું  ઓપરેશન કારાવાસ 2  ગુનાખોરી આચરનાર 18 આરોપી જેલના સળિયા પાછળ

Rajkot Rural Police ને ઓપરેશન કારાવાસ 2 હેઠળ મોટી સફળતા મળી છે જેમાં 18 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે, અલગ-અલગ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ લાંબા સમયથી ફરાર હતા અને તેમને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે આ ઓપરેશન હેઠળ હજી પણ જે આરોપીઓ ફરાર હશે તેમને ઝડપી પાડવામાં આવશે.

રાજકોટ રૂરલ પોલીસ નું ઓપરેશન કારાવાસ 2

રાજકોટ રૂરલ પોલીસે ઓપરેશન કારાવાસ અંતર્ગત 18 આરોપીને ઝડપી પાડ્યા છે. રાજકોટ રૂરલ પોલીસે લૂંટ, બળાત્કાર, પોક્સો, છેતરપિંડી, મારામારી સહિત ઘટનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડયા છે.

રૂરલ પોલીસની અલગ-અલગ ટીમ દ્વારા ગુજરાત ગુજરાતના 12 અન્ય જિલ્લામાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ સામે નોંધાયેલ અલગ-અલગ પોલીસ મથકે તમામ આરોપીઓને સોંપવામાં આવ્યા છે અને કાર્યવાહી કરી તેમને જેલ હવાલે કરવામાં આવશે.

ઓપરેશન કારાવાસ 2 શું છે

ગુજરાત રાજ્યના પોલીસના ઉચ્ચ અધિકારીઓ તરફથી સમગ્ર રાજ્યમાં નાસતા-ફરતા કેદીઓને પકડવા માટે ઓપરેશન કારાવાસ-2 ડ્રાઇવ રાખવામાં આવેલ છે.

આ ડ્રાઇવ અંતર્ગત તેમજ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે ડામી દેવાની ઉપરી અધિકારીઓની કડક સૂચના છે. જે ઓપરેશન હેઠળ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે અને અલગ-અલગ ગુનામાં ફરાર આરોપીને શોધી કાઢી જેલ હવાલે કરાયા છે.

આ પણ વાંચો : Vadodara એસિડ એટેક કેસ, પત્નીનો ચહેરો વિકૃત કરનાર પતિને આજીવન કેદની સજા

Tags :