Vadodara એસિડ એટેક કેસ, પત્નીનો ચહેરો વિકૃત કરનાર પતિને આજીવન કેદની સજા
Vadodara : પત્નીનો ચહેરો વિકૃત બનાવનાર પતિને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી છે. કોર્ટે આરોપીને સજાની સાથે રૂ.1 લાખનો દંડ પણ ફટકાર્યો છે. ગુજરાત વિક્ટિમ કમ્પન્સેશન સ્કીમ હેઠળ પીડિતાને રૂ.3 લાખની સહાય મળશે.
અને આરોપી પાસેથી વસૂલ થયેલો રૂ.1 લાખનો દંડ પણ પીડિતાને અપાશે. રાવપુરામાં વર્ષ 2025માં બનેલા એસિડ એટેક કેસમાં સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
વડોદરાના રાવપુરામાં બન્યો હતો બનાવ
વર્ષ 2025માં વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને ગુનામાં એવી ફરિયાદ નોંધાઈ હતી કે, પતિએ તેની પત્ની પર એસિડ ફેકયું છે અને પત્નીને મોંઢાના ભાગે ઈજા પહોંચી હતી.
તો ઘટનાની જાણ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને આ કેસમાં કોર્ટમાં ચાલતો હતો તે દરમિયાન ગઈકાલે સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે અને પતિ જીવે ત્યાં સુધી જેલમાં જ રહેશે તેવો ચુકાદો આપી કોર્ટે સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ બેસાડયું છે.
વલસાડમાં એસિડ એટેક કેસના આરોપીની જામીન અરજી નામંજૂર
વલસાડ કોર્ટે 2019ના એસિડ એટેક કેસના આરોપી ચંદનસિંહ રાજપુતની જામીન અરજી નામંજૂર કરી છે. આ ઘટના 5 નવેમ્બર, 2019ના રોજ વાપીના ચલા વિસ્તારની ચાલમાં બની હતી.
ભોગ બનનાર 18 વર્ષીય યુવતી તેની કંપનીમાં રજા હોવાથી ઘરે હતી અને તેણે અન્ય એક કંપનીમાં ઇન્ટરવ્યુ આપ્યું હતું. આ વાતની જાણ તેના કૌટુંબિક મામાને થઈ હતી. અને જુની અદાવત રાખી કૌંટુંબિક મામાએ બાથરૂમમાંથી એસિડની બોટલ લાવી તેના મોઢા પર ફેંકી દીધું હતું. જેના કારણે યુવતીનો ચહેરો ગંભીર રીતે દાઝી ગયો હતો. વર્ષ 2019થી નાસતા ફરતા આ આરોપીની તાજેતરમાં જ વાપી ટાઉન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Surat માં ભ્રષ્ટાચારના ગાબડાં, ST બસનું ટાયર રસ્તામાં ખૂંપી જતા તંત્રની કામગીરી પર સવાલો

