Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
search_img
external_link1
ગુજરાત મારો જિલ્લો મારું ગામ બિઝનેસ video પૉડકાસ્ટ મનોરંજન ટેક & ઓટો ધર્મ ભક્તિ

Valsad માં છેલ્લા 24 કલાકમાં 3 ઈંચ કરતા વધુ વરસાદ, મોગરવાડી અંડરપાસમાં પાણી ભરાતા રસ્તો થયો બંધ

Valsad જિલ્લામાં મોડી રાતથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં વલસાડમાં 3 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. વલસાડનો મોગરવાડી અંડરપાસ વરસાદી પાણી ભરાતા બંધ થયો છે જેના કારણે સ્થાનિકોને ફરીને જવાનો વારો આવ્યો છે.
valsad માં છેલ્લા 24 કલાકમાં 3 ઈંચ કરતા વધુ વરસાદ  મોગરવાડી અંડરપાસમાં પાણી ભરાતા રસ્તો થયો બંધ

Valsad જિલ્લામાં નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલો ઉભા થયા છે, હજી વરસાદ વરસાવની શરૂઆત થઈ છે અને પાણી ભરવાના શરૂ થઈ ગયા છે.

વલસાડનો મોગરવાડી અંડરપાસ એ મુખ્ય રસ્તો છે જયાંથી હજારો લોકોની રોજ અવર-જવર રહેતી હોય છે ત્યારે આ રસ્તો બંધ થતા લોકોને ફરીને જવાનો વારો આવ્યો છે.

વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ

વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસવાની શરૂઆત થઈ છે અને મોડી રાતથી પડી રહેલા વરસાદના કારણે મોગરાવાડી અંડરપાસ બંધ થયો છે. મોગરવાડીનો આ રસ્તો ઇસ્ટ અને વેસ્ટ વિસ્તારને જોડે છે. હજી પહેલા વરસાદની શરૂઆત છે અને પાણી ભરાતા રસ્તો બંધ કરવાની ફરજ પડી છે.

પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના ઉડયા ધજાગરા. અંડરપાસ બંધ થતાં 5 કિમિનો ચકરાવ લગાવવાનો વારો સ્થાનિકોને આવ્યો છે. તો સ્થાનિકોનો આક્ષેપ છે કે, દર વરસાદની સિઝનમાં મોગરવાડીનો રસ્તો બંધ થઈ જાય છે અને ફરીને જઉં પડે છે તેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉભી થાય છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 76 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 76 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં નવસારીમાં સાડા 4 ઇંચ વરસાદ, જલાલપોર, કામરેજમાં પોણા 4 ઇંચ વરસાદ, સાવરકુંડલા, વલસાડમાં સાડા 3 ઇંચ વરસાદ, સુરત શહેર અને ધરમપુરમાં 3 ઇંચ વરસાદ, 8 તાલુકામાં 2 થી અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે.

15 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે અને અન્ય તાલુકામાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ નોંધાયો છે. આજે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, ભરૂચ અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના મતે 2 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધશે.

આ પણ વાંચો : Rajkot Rural Police નું 'ઓપરેશન કારાવાસ 2, ગુનાખોરી આચરનાર 18 આરોપી જેલના સળિયા પાછળ

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

Tags :