Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
search_img
external_link1
ગુજરાત મારો જિલ્લો મારું ગામ બિઝનેસ video પૉડકાસ્ટ મનોરંજન ટેક & ઓટો ધર્મ ભક્તિ

LPG Cylinder Price Cut: વેપારીઓને મોટી રાહત, 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર સસ્તા, જાણો તમારા શહેરના નવા ભાવ

જુલાઈ મહિનાની શરૂઆત દેશના લાખો વેપારીઓ માટે ખુશીના સમાચાર લઈને આવી છે. લાંબા સમયથી વધતી જતી કિંમતો બાદ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1 જુલાઈ 2026ના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. આ નિર્ણયને પગલે હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને મોટી આર્થિક રાહત મળી છે, જોકે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ હાલ સ્થિર રાખવામાં આવ્યા છે.
lpg cylinder price cut  વેપારીઓને મોટી રાહત  19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર સસ્તા  જાણો તમારા શહેરના નવા ભાવ

LPG Cylinder Price Cut: જુલાઈ મહિનાની શરૂઆત સામાન્ય જનતા માટે મોટી રાહત લઈને આવી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1 જુલાઈ 2026ના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો જાહેર કર્યો છે. લાંબા સમયથી વધતી જતી કિંમતો બાદ આ નિર્ણયથી વેપારીઓને મોટી રાહત મળી છે. જોકે, ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

LPG Cylinder Price Cut: કોમર્શિયલ સિલિન્ડરમાં મોટો ઘટાડો

જુલાઈ મહિનાના પ્રથમ દિવસે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. દિલ્હીમાં જે કોમર્શિયલ સિલિન્ડર 3113 રૂપિયામાં મળતું હતું, તેની નવી કિંમત 2930 રૂપિયા થઈ છે. આ રીતે ગ્રાહકોને એક સિલિન્ડર દીઠ 183 રૂપિયાની સીધી રાહત મળી છે. વર્ષ 2026માં આ પ્રથમ વખત છે જ્યારે તેલ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટાડ્યા છે.

LPG Cylinder Price Cut: વધતી મોંઘવારીમાં રાહત

છેલ્લા કેટલાક મહિનાઓથી મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ સતત વધી રહ્યા હતા. જાન્યુઆરી મહિનામાં આ સિલિન્ડર 1691 રૂપિયાનું હતું, જે વધીને 3000 રૂપિયાના સ્તરને પાર કરી ગયું હતું. જૂન મહિનાની શરૂઆતમાં પણ ભાવમાં 42રૂપિયાનો વધારો થયો હતો. હવે આ ઘટાડાથી હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકોને મોટી આર્થિક રાહત મળી છે.

વિવિધ શહેરોમાં નવા ભાવ

દેશના મુખ્ય શહેરોમાં 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ સિલિન્ડરના નવા ભાવ અમલી બન્યા છે. કોલકાતામાં હવે કોમર્શિયલ સિલિન્ડર 3081.50 રૂપિયામાં ઉપલબ્ધ છે. લખનઉમાં આ સિલિન્ડરનો ભાવ ઘટીને 3052.50 રૂપિયા થયો છે. પટનામાં પણ કિંમતોમાં ઘટાડો નોંધાયો છે અને ત્યાં નવી કિંમત 3227 રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે. આ નવી કિંમતો આજથી એટલે કે, 1 જુલાઈ 2026થી સમગ્ર દેશમાં લાગુ થઈ ગઈ છે.

ઘરેલુ ગેસ સિલિન્ડરની સ્થિતિ

એક તરફ કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટ્યા છે, પરંતુ સામાન્ય ગૃહિણીઓ માટે વપરાતા 14 કિલોગ્રામ વાળા ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે. દિલ્હીમાં ઘરેલુ સિલિન્ડર 942 રૂપિયા અને મુંબઈમાં 941.50 રૂપિયામાં મળી રહ્યું છે. કોલકાતામાં આ કિંમત 968 રૂપિયા છે, જ્યારે ચેન્નાઈમાં ગ્રાહકોને 957.50 રૂપિયા ચૂકવવા પડશે. ઘરેલુ વપરાશના ગેસના દરોમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.

જુઓ કયા શહેરોમાં ભાવમાં રાહત

શહેરઅગાઉનો ભાવ (રૂપિયામાં)ઘટાડો (રૂપિયામાં)નવો ભાવ (રૂપિયામાં)
દિલ્હી3113.50183.502930.00
કોલકાતા3255.50174.003081.50
લખનૌ3236.00*183.503052.50
પટના3410.50*183.503227.00

આ પણ વાંચો--- LPG Rules Change: ગેસ કનેક્શન, KYC, બુકિંગ... 1 જુલાઈથી LPG ના અનેક નિયમો થયા છે ફેરફાર

Tags :