Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
search_img
external_link1
ગુજરાત મારો જિલ્લો મારું ગામ બિઝનેસ video પૉડકાસ્ટ મનોરંજન ટેક & ઓટો ધર્મ ભક્તિ

Mehsana : કડીના રાજપુરમાં કેમિકલયુક્ત ગંદુ પાણી ઠાલવતું ટ્રેક્ટર-ટેન્કર ઝડપાયું, GPCBના પ્રાદેશિક અધિકારીએ નોંધાવી પોલીસ ફરિયાદ

Mehsana : કડીના રાજપુરમાં કેમિકલયુક્ત ગંદુ પાણી ઠાલવતું ટ્રેક્ટર-ટેન્કર ઝડપાયું છે અને GPCBના પ્રાદેશિક અધિકારીએ નંદાસણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. સુપરનોવા કંપનીની પાછળ અવાવરુ જમીન પર ગેરકાયદેસર કરાતો હતો નિકાલ.
mehsana   કડીના રાજપુરમાં કેમિકલયુક્ત ગંદુ પાણી ઠાલવતું ટ્રેક્ટર ટેન્કર ઝડપાયું  gpcbના પ્રાદેશિક અધિકારીએ નોંધાવી પોલીસ ફરિયાદ

Mehsana : રાજપુર ગામના બોરવેલમાં લાલ પાણી આવતા જીપીસીબીએ હાથ ધરી હતી તપાસ અને સીસીટીવી ફૂટેજ અને વોચના આધારે કેમિકલ માફિયાઓનો કરાયો પર્દાફાશ.

પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા બે આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ટ્રેક્ટર ચાલક કમલેશ ભાભોર અને માલિક જાવીડમિયા કુરેશી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. નંદાસણ પોલીસે GJ 02 EC 3807 નંબરનું ટેન્કર કબ્જે કરી તપાસ તેજ કરી છે.

ગંદુ પાણી આવતા ગ્રામજનોમાં હતો રોષ

મહેસાણા જિલ્લાના કડી પંથકમાં પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાંનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. રાજપુર ગામમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા કેમિકલયુક્ત ગંદુ પાણી જાહેરમાં ઠાલવવામાં આવતું હતું.

જેનો હવે જીપીસીબી (GPCB) અને સ્થાનિક પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે રાજપુર ગામના બોરવેલમાંથી લાલ રંગનું, કેમિકલયુક્ત પાણી આવવા લાગ્યું. ગ્રામજનોમાં આ ઘટનાને લઈને ભારે રોષ અને ફફડાટ ફેલાઈ ગયો હતો.

નંદાસણ પોલીસે ગુનો નોંધી તપાસ કરી શરૂ

સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક કક્ષાએ ગોઠવેલી વોચના આધારે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી કમલેશ ભાભોર નામના ટ્રેક્ટર ચાલક અને માલિક જાવીડમિયા કુરેશીને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

ફેક્ટરીઓમાંથી નીકળતા કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરવા માટે ચોક્કસ નિયમો છે, તેમ છતાં આવા માફિયાઓ નફાખોરી માટે લોકોના જીવન જોખમમાં મૂકી રહ્યા છે. જમીનમાં કેમિકલ ઉતારવાથી ભૂગર્ભ જળ દૂષિત થાય છે, જે આવનારી પેઢીઓ માટે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ નોતરે છે.

આ પણ વાંચો : Jamnagar મા રિક્ષાચાલકની દાદાગીરી, એસ.ટી. બસ પર પથ્થરમારો કરી ડ્રાઇવર પર કર્યો જીવલેણ હુમલો

Tags :