Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
search_img
external_link1
ગુજરાત મારો જિલ્લો મારું ગામ બિઝનેસ video પૉડકાસ્ટ મનોરંજન ટેક & ઓટો ધર્મ ભક્તિ

India's First Bullet Train: ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું સપનું સાકાર, 15 ઓગસ્ટ 2027થી શરૂ થશે હાઈ-સ્પીડ કોરિડોર!

ભારત માટે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ નજીક આવી રહી છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ કાર્યમાં તેજ ગતિ ચાલી રહ્યું છે. હવે તે દિવસ દૂર નથી જ્યારે આધુનિક ટેકનોલોજીથી સજ્જ બુલેટ ટ્રેન પાટા પર દોડતી જોવા મળશે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના લક્ષ્યાંક મુજબ આગામી 15 ઓગસ્ટ 2027માં આ હાઈ-સ્પીડ સફરની શરૂઆત થઈ શકે છે, જે ભારતીય રેલવેની નવી અને આધુનિક છબી રજૂ કરશે.
india s first bullet train  ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું સપનું સાકાર  15 ઓગસ્ટ 2027થી શરૂ થશે હાઈ સ્પીડ કોરિડોર

India's First Bullet Train: ભારત માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ નજીક આવી રહી છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ ઝડપથી આગળ વધી રહ્યું છે, આગામી ટૂંક સમયમાં જ તેનું આશિક સંચાલન શરૂ થવાની શક્યતા છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડનો લક્ષ્ય 15 ઓગસ્ટ 2027 સુધી વાપી-બિલીમોરા-સુરત વચ્ચે 98 કિમી હાઈ-સ્પીડ કોરિડોર કાર્યરત કરવાનો છે. આ પ્રોજેક્ટ ભારતીય રેલવેના ઈતિહાસમાં એક નવા અધ્યાયની શરૂઆત કરશે, જે મુસાફરીના સમય અને અનુભવમાં મોટો બદલાવ લાવશે.

India's First Bullet Train: પ્રોજેક્ટનું સમયપત્રક અને લક્ષ્યાંક

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે આ પ્રોજેક્ટ માટે સ્પષ્ટ સમયરેખા નિર્ધારિત કરી છે. 15 ઓગસ્ટ 2027 માં વાપીથી સુરત સુધીનો પ્રથમ વિભાગ શરૂ થશે. ત્યારપછી ડિસેમ્બર 2027 સુધીમાં વાપીથી સાબરમતી સુધી 352 કિમીનો રૂટ તૈયાર થશે. ડિસેમ્બર 2028 સુધીમાં આ સુવિધા થાણે સુધી લંબાશે. ડિસેમ્બર 2029 સુધીમાં મુંબઈથી સાબરમતી સુધીના કુલ 508 કિમીના રૂટ પર 30 બુલેટ ટ્રેનો દોડતી કરવાનું લક્ષ્યાંક નિર્ધારિત કરાયું છે.

India's First Bullet Train: ઝડપ અને સમયની બચત

બુલેટ ટ્રેન 320 કિમી પ્રતિ કલાકની ગતિએ મુસાફરી કરશે. મુંબઈથી અમદાવાદની 508 કિમીની અંતર માત્ર 2 કલાક 7 મિનિટમાં કાપી શકાશે. જો ટ્રેન તમામ નિર્ધારિત સ્ટેશનો પર રોકાશે, તો મુસાફરીનો કુલ સમય 2 કલાક 58 મિનિટ થશે. આ અદ્યતન સુવિધા મુસાફરો માટે સમયની મોટી બચત લાવશે.

India's First Bullet Train: નિર્માણ કાર્યની પ્રગતિ

પ્રોજેક્ટના નિર્માણ કાર્યમાં અત્યાર સુધી નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. નિર્માણ કાર્યની મુખ્ય વિગતો નીચે મુજબ છે.

  • પ્રોજેક્ટમાં ખંભાઓ (piers) નું 91 ટકા નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે.
  • વિશાળ કંક્રીટના ગર્ડર્સના નિર્માણની પ્રક્રિયા 76 ટકા સુધી પહોંચી છે.
  • પિલર્સ પર ગર્ડર્સ સ્થાપિત કરવાનું કામ 72 ટકા પૂરું થયું છે.
  • ટ્રેકબેડ તૈયાર કરવાનું કામ 35 ટકા પૂર્ણ થઈ ગયું છે.
  • ઓવરહેડ ઇલેક્ટ્રિકલ કામગીરી 33 ટકા સુધી પહોંચી છે.

પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ

આ હાઈ-સ્પીડ કોરિડોર તકનીકી દ્રષ્ટિએ અત્યંત આધુનિક છે. પ્રોજેક્ટની કુલ લંબાઈ 508.90 કિમી છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને દમણ-દિવનો સમાવેશ થાય છે. આ રૂટ પર કુલ 12 સ્ટેશનો હશે. પ્રોજેક્ટમાં 465.38 કિમી વાયાડક્ટ્સ, 9.82 કિમી પુલ અને 26.22 કિમી ટનલનો સમાવેશ થાય છે. ખાસ નોંધપાત્ર વાત એ છે કે મુંબઈમાં 21 કિમી લાંબી ટનલ બનાવવામાં આવી રહી છે, જેનો 7 કિમીનો હિસ્સો સમુદ્રની અંદર હશે.

આ પણ વાંચો--- LPG Cylinder Price Cut: વેપારીઓને મોટી રાહત, 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર સસ્તા, જાણો તમારા શહેરના નવા ભાવ

Tags :