Mumbai School Bus Accident: મુંબઈમાં કાળ બનીને તૂટ્યું વૃક્ષ, સ્કૂલ બસ પર પડતા એક વિદ્યાર્થીનું મોત, 10 ઈજાગ્રસ્ત
Mumbai School Bus Accident: મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક અત્યંત દુઃખદ ઘટના બની છે. શાળાએથી ઘરે પરત ફરી રહેલી વિદ્યાર્થીઓથી ભરેલી બસ પર અચાનક એક મોટું વૃક્ષ ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં એક માસૂમ વિદ્યાર્થી મોતને ભેટ્યો છે. જ્યારે 10 જેટવા માસૂમ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક સ્તરે બેદરકારીના આક્ષેપો વચ્ચે વહીવટીતંત્રની કામગીરી સામે મોટા સવાલો ઉભા થયા છે.
Mumbai School Bus Accident: ચેમ્બુરમાં થયો ગમખ્વાર અકસ્માત
મહારાષ્ટ્રના મુંબઈમાં બપોરે 2:50 વાગ્યે એક મોટો અકસ્માત સામે આવ્યો છે. તિલકનગર સ્થિત યુનિવર્સલ સ્કૂલની બસ બાળકોને લઈને પસાર થઈ રહી હતી. ચેમ્બુરના 11 નંબર રોડ પરથી પસાર થતી વખતે બસ પર અચાનક એક વિશાળ વૃક્ષ તૂટી પડ્યું હતું. આ ઘટના સમયે બસમાં સવાર અનેક વિદ્યાર્થીઓ અંદર ફસાયા હતા.
Mumbai School Bus Accident: દુર્ઘટનાથી બાળકોમાં દહેશત
આ ભયાનક અકસ્માતમાં એકનું મોત અને 10 કરતા વધુ બાળકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ઘટના સ્થળે ઉપસ્થિત લોકોએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. તમામ બાળકોને બસમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલ થયેલા વિદ્યાર્થીઓને સારવાર માટે નજીકની જેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તંત્રની બેદરકારી અને સ્થાનિકોનો આક્રોશ
સ્થાનિક રહેવાસીઓએ તંત્રની ઘોર બેદરકારી પર રોષ વ્યક્ત કર્યો છે. લોકોનું કહેવું છે કે અગાઉ પણ અહીં આવી ઘટનાઓ બની ચૂકી છે. સ્થાનિક નાગરિકોએ જોખમી વૃક્ષોની છંટાઈ અથવા તેને હટાવવા માટે BMCને અનેક વખત લેખિત રજૂઆતો કરી હતી. અનેક પત્રો લખવા છતાં BMC તરફથી કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેના પરિણામે આજે એક પરિવારે પોતાનું બાળક ગુમાવવું પડ્યું છે.
આ પણ વાંચો--- General Dheeraj Kumar Seth: જનરલ ધીરજ કુમાર સેઠના હાથમાં હવે સેનાની કમાન, આર્મી ચીફ તરીકે સંભાળ્યો કાર્યભાર

