Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
search_img
external_link1
ગુજરાત મારો જિલ્લો મારું ગામ બિઝનેસ video પૉડકાસ્ટ મનોરંજન ટેક & ઓટો ધર્મ ભક્તિ

Navsari Rain : અંબિકા નદીનું જળસ્તર વધતા દેવધા ડેમના 20 દરવાજા ખોલાયા,16 ગામને કરાયા એલર્ટ

Navsari Rain : હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસતા નદી-નાળાઓમાં નવા નીર આવ્યા છે. આ સ્થિતિ વચ્ચે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા દેવધા ટાઈડલ ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિમાં હોવાથી તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
navsari rain   અંબિકા નદીનું જળસ્તર વધતા દેવધા ડેમના 20 દરવાજા ખોલાયા 16 ગામને કરાયા એલર્ટ

Navsari Rain : હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસતા નદી-નાળાઓમાં નવા નીર આવ્યા છે. આ સ્થિતિ વચ્ચે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા દેવધા ટાઈડલ ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિમાં હોવાથી તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ડેમના 40માંથી 20 દરવાજાઓમાંથી 20 દરવાજા ખોલવામાં આવ્યા છે.

Navsari Rain : દેવધા ડેમના 20 દરવાજા ખોલાયા

ઉલ્લેખનીય છે કે ડેમમાંથી પાણી છોડવામાં આવતા અંબિકા નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. સુરક્ષાના ભાગરુપે વહીવટી તંત્ર દ્વારા નદી કિનારાના નીચાણવાળા વિસ્તારમાં આવેલા 16 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેતી રાખવા માટે ગ્રામજનોને સૂચના આપવામાં આવી છે.

નદીના પટમાં અવરજવર ન કરવા ગ્રામજનોને સૂચના

મહત્વનું છે કે હાલમાં નવસારી જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ડેમમાં પાણીની આવક અને નદીના જળસ્તરના ફેરફારોને ધ્યાનમાં રાખીને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. અધિકારીઓએ સ્થાનિક લોકોને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.

આ પણ વાંચો : Porbandar Rain : બખરલા અને પોરબંદરમાં વરસાદી ઝાપટાં, અસહ્ય ગરમીમાંથી મળી ઠંડક

Tags :