Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
search_img
external_link1
ગુજરાત મારો જિલ્લો મારું ગામ બિઝનેસ video પૉડકાસ્ટ મનોરંજન ટેક & ઓટો ધર્મ ભક્તિ

Petrol-Diesel Price : વાહનચાલકો માટે મોટી ખુશખબર! પેટ્રોલ ₹5 અને ડીઝલ ₹3 પ્રતિ લિટર થયું સસ્તું

Petrol-Diesel Price : ક્રૂડ ઓઈલના વૈશ્વિકભાવમાં ઘટાડો થતા હવે ભારતીય ગ્રાહકો માટે પણ સારા સમાચાર સામે આવ્યા છે. દેશની અગ્રણી ખાનગી ઈંધણ રિટેલર નાયરા એનર્જીએ પેટ્રોલના ભાવમાં 5 રુપિયા અને ડીઝલના ભાવમાં 3 રુપિયાનો ઘટાડો કર્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 વર્ષથી વધુ સમયમાં પ્રથમ વખત છે.
petrol diesel price   વાહનચાલકો માટે મોટી ખુશખબર  પેટ્રોલ ₹5 અને ડીઝલ ₹3 પ્રતિ લિટર થયું સસ્તું

Petrol-Diesel Price : ક્રૂડ ઓઈલના વૈશ્વિકભાવમાં ઘટાડો થતા હવે ભારતીય ગ્રાહકો માટે પણ સારા સમાચાર સામે આવ્યા છે. દેશની અગ્રણી ખાનગી ઈંધણ રિટેલર નાયરા એનર્જીએ પેટ્રોલના ભાવમાં 5 રુપિયા અને ડીઝલના ભાવમાં 3 રુપિયાનો ઘટાડો કર્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 વર્ષથી વધુ સમયમાં પ્રથમ વખત છે જ્યારે કોઈ ઈંધણ કંપની દ્વારા કિંમતમાં આટલો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. નાયરા એનર્જી સમગ્ર ભારતમાં 7,000 થી વધુ પેટ્રોલ પંપનું નેટવર્ક ધરાવે છે, જેનાથી લાખો વાહનચાલકોને સીધી રાહત મળશે.

ભાવ ઘટાડા પાછળનું કારણ

ઉલ્લેખનીય છે કે ગત માર્ચ મહિનામાં ઈરાન અને પશ્વિમ એશિયામાં વધેલા તણાવના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો, જેના પગલે નાયરાએ તે સમયે ભાવમાં વધારો કરવાની ફરજ પડી હતી. હવે પરિસ્થિતિ સામાન્ય થતા અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પહેલાના સ્તરે પહોંચતા, કંપનીએ અગાઉના વધારાને પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. ગુજરાતના વાડીનારમાં સ્થિત નાયરાની રિફાઈનરી દ્વારા પણ આ અંગેની કવાયત તેજ કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

સરકારી કંપનીઓની સ્થિતિ

જોકે, બીજી તરફ સરકારી તેલ કંપનીઓ જેવી કે ઇન્ડિયન ઓઇલ (IOC), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) દ્વારા ભાવમાં કોઈ ફેરફાર જાહેર કરવામાં આવ્યો નથી. દેશના કુલ પેટ્રોલ પંપોમાં 90% હિસ્સો આ સરકારી કંપનીઓ ધરાવે છે, જ્યાં ભાવ હાલ યથાવત છે. દિલ્હીમાં પેટ્રોલ ₹102.12 અને ડીઝલ ₹95.20 પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં આજે નજીવો વધારો જોવા મળ્યો છે, જે $73.26 પ્રતિ બેરલની આસપાસ છે. સ્થાનિક સ્તરે VAT અને અન્ય કરના કારણે ભાવમાં રાજ્યવાર તફાવત જોવા મળી શકે છે.

આ પણ વાંચો : Gold and Silver Rates : સોનાના ભાવમાં ઉછાળો અને ચાંદીના ભાવ ગગડ્યા, જાણો લેટેસ્ટ કિંમત

Tags :