Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
search_img
external_link1
ગુજરાત મારો જિલ્લો મારું ગામ બિઝનેસ video પૉડકાસ્ટ મનોરંજન ટેક & ઓટો ધર્મ ભક્તિ

Porbandar Rain : બખરલા અને પોરબંદરમાં વરસાદી ઝાપટાં, અસહ્ય ગરમીમાંથી મળી ઠંડક

Porbandar Rain : પોરબંદર જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી અસહ્ય ગરમી અને બફારા વચ્ચે આખરે પોરબંદરવાસીઓને મેઘરાજાએ રાહત આપી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
porbandar rain   બખરલા અને પોરબંદરમાં વરસાદી ઝાપટાં  અસહ્ય ગરમીમાંથી મળી ઠંડક

Porbandar Rain : પોરબંદર જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી અસહ્ય ગરમી અને બફારા વચ્ચે આખરે પોરબંદરવાસીઓને મેઘરાજાએ રાહત આપી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

Porbandar Rain : બખરલા વિસ્તારમાં વરસાદી ઝાપટાં

મળતી માહિતી મુજબ, પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે, જેમાં ખાસ કરીને બખરલા આસપાસના ગામડાઓમાં વરસાદી ઝાપટાં પડ્યા હોવાના અહેવાલ છે. આ વરસાદ માત્ર ગ્રામ્ય વિસ્તાર પૂરતો સીમિત ન રહેતા પોરબંદર શહેરમાં પણ રાત્રિના સમયે મેઘરાજાએ પોતાની હાજરી નોંધાવી હતી.

અસહ્ય ગરમીથી લોકોને મળી રાહત

શહેરમાં પડેલા આ જોરદાર વરસાદી ઝાપટાના કારણે મુખ્ય માર્ગો ભીના થયા હતા અને વાતાવરણમાં એકાએક બદલાવ આવતા લોકોને ઉકળાટમાંથી મોટી રાહત મળી છે. ગરમીથી ત્રસ્ત લોકો માટે આ વરસાદ મનપસંદ બની રહ્યો છે. જોકે, હજુ પણ વરસાદી માહોલ જળવાયેલો છે કે કેમ તે અંગે નાગરિકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.

આ પણ વાંચો : Gujarat Rain : છેલ્લા 24 કલાકમાં 76 તાલુકામાં મેઘ મહેર, નવસારીમાં સાડા 4 ઈંચ વરસાદ વરસ્યો

Tags :