Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
search_img
external_link1
ગુજરાત મારો જિલ્લો મારું ગામ બિઝનેસ video પૉડકાસ્ટ મનોરંજન ટેક & ઓટો ધર્મ ભક્તિ

Rajasthan dausa accident: દૌસામાં ટ્રક સાથે અથડાતા સ્લીપર બસ સળગી ઉઠી, 8 મુસાફરના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત

હરિદ્વારથી ઈન્દોર જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે મંગળવારની રાત કાળમુખી સાબિત થઈ છે. દૌસા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર બસ અને ટ્રક વચ્ચે થયેલી ભીષણ ટક્કર બાદ લાગેલી આગમાં અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. અડધી રાત્રે બનેલી આ ઘટનામાં 8 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
rajasthan dausa accident  દૌસામાં ટ્રક સાથે અથડાતા સ્લીપર બસ સળગી ઉઠી  8 મુસાફરના મોત  20થી વધુ ઈજાગ્રસ્ત

Rajasthan dausa accident: રાજસ્થાનના દૌસા જિલ્લામાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર અત્યંત કરુણ માર્ગ અકસ્માત સર્જાયો છે. મંગળવારે રાત્રે ઋષિકેશથી ઈન્દોર જઈ રહેલી એક સ્લીપર બસ આગળ ચાલતા ટ્રક સાથે અથડાતા તેમાં ભીષણ આગ લાગી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 8 શ્રદ્ધાળુઓના મોત થયા છે. જ્યારે 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ બસમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે અનેક લોકો જીવતા ભૂંજાયા હતા. સમગ્ર ઘટનાએ વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે.

Rajasthan dausa accident: ઋષિકેશથી ઈન્દોર જઈ રહી હતી બસ

દૌસા જિલ્લાના કોલવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ તનાવડના ઝીરો પોઈન્ટ પાસે આ ઘટના બની હતી. મળતી માહિતી મુજબ રાત્રે અંદાજે 2:30 વાગ્યાના સમયે ઋષિકેશથી ઈન્દોર તરફ જઈ રહેલી બસ ટ્રક સાથે અથડાઈ હતી. આ ટક્કર ખૂબ જ જોરદાર હોવાથી બંને વાહનોમાં આગ લાગી હતી. બસમાં કુલ 37 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા.

Rajasthan dausa accident: આગની ભીષણતા અને બચાવ કાર્ય

બસમાં લાગેલી આગ અત્યંત ઝડપથી ફેલાઈ હતી. આગ અને ધુમાડાને કારણે અંદર ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ બસ આશરે 1 કલાક સુધી સતત સળગતી રહી હતી. સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવી મુસાફરોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાક મુસાફરો ગંભીર રીતે દાઝી ગયા છે અને ઈજાગ્રસ્તોને દૌસા જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

મૃત્યુના કારણો અને તપાસ

અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. 6 મુસાફરોના મોત આગમાં દાઝી જવાને કારણે થયા છે, જ્યારે 2 લોકોના મોત માથામાં ગંભીર ઈજાઓ લાગવાથી થયા છે. સ્થાનિક લોકોએ એવો દાવો કર્યો કે બસના સ્ટોરેજ બોક્સમાં સિગરેટના પેકેટ રાખવામાં આવ્યા હતા. આ કારણસર આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાની શક્યતા સેવાઈ રહી છે. પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે અને હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

(This video credit IANS)

ઓળખ અને સંવેદના

દૌસાના એસપી પીયૂષ દીક્ષિતના જણાવ્યા મુજબ અત્યાર સુધી 9 ઈજાગ્રસ્તોની ઓળખ થઈ શકી છે. અન્ય મુસાફરોની ઓળખ મેળવવાની કાર્યવાહી ચાલુ છે. પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહલોતે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ ઈજાગ્રસ્તોના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી છે. હાલ જિલ્લા હોસ્પિટલમાં ડૉક્ટરોની ટીમ ઘાયલોની સારવારમાં જોડાયેલી છે.

આ પણ વાંચો--- Mumbai School Bus Accident: મુંબઈમાં કાળ બનીને તૂટ્યું વૃક્ષ, સ્કૂલ બસ પર પડતા એક વિદ્યાર્થીનું મોત, 10 ઈજાગ્રસ્ત

Tags :