ST Employees: સરકારી કર્મચારીઓ માટે મોટો નિર્ણય, મોંઘવારી ભથ્થુ વધીને 58 ટકા થયું, એરિયર્સ પણ ચુકવાશે
ST Employees Salary Increase: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના કર્મચારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્વનો અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી પ્રતીક્ષિત મોંઘવારી ભથ્થા (Dearness Allowance - DA) માં સરકારે 3 ટકાનો વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ નિર્ણયના અમલીકરણથી નિગમના હજારો કર્મચારીઓના પગારમાં સીધો વધારો જોવા મળશે.
ST Employees: 55 ટકાથી વધીને 58 ટકા થયું ભથ્થું
રાજ્ય સરકારના આદેશ અનુસાર, એસટી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાનો દર હવે 55 ટકાથી વધારીને 58 ટકા કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી એસટી નિગમના તમામ વર્ગના કર્મચારીઓને આર્થિક લાભ થશે. સરકારના આ પગલાથી નિગમ પર અંદાજિત 24 કરોડ રૂપિયાથી વધુનો નાણાકીય બોજ આવશે, જેનો સીધો લાભ કર્મચારીઓને મળશે.
એરિયર્સની પણ થશે ચૂકવણી
આ વધારાની ખાસ વાત એ છે કે, સરકાર દ્વારા માત્ર વર્તમાન ભથ્થામાં જ વધારો નથી કરવામાં આવ્યો, પરંતુ બાકી નીકળતા એરિયર્સ (Arrears) પણ કર્મચારીઓને ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર આ અંગેની સત્તાવાર જાણકારી આપતા જણાવ્યું હતું કે, કર્મચારીઓના હિતમાં સરકાર આ નિર્ણય લઈને તેમને મોટી રાહત આપી રહી છે. આ જાહેરાત બાદ એસટી કર્મચારીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
આ પણ વાંચો: Gujarat Rain: રાજ્યમાં 8 કલાકમાં 53 તાલુકામાં વરસાદ, નવસારીમાં 4 ઇંચ વરસાદ સાથે જળબંબાકાર

