Surat: વજન ઉતારવા કોઈ પેતરો અજમાવતા હોય તો ધ્યાન રાખજો, આવી લોભામણી જાહેરાતમાં તમે ન ફસાતા!
Weight Loss Scam Surat: શહેરમાં વજન ઉતારવાના નામે આચરવામાં આવેલી એક ચોંકાવનારી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. સુરતની એક મહિલાને ફિટનેસ અને વજન ઘટાડવાની દવાનો લાલચ આપીને ભેજાબાજોએ અંદાજે 1.77 કરોડ રૂપિયાનો ચૂનો લગાડ્યો છે. આ કેસમાં સુરત સાયબર ક્રાઈમ સેલ (Surat Cyber Crime Cell) એ મોટી કાર્યવાહી કરીને બે મહિલાઓ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
ક્યુરેસ્ટ સાયન્સના નામે ચાલતું હતું કૌભાંડ
તપાસમાં સામે આવ્યું છે કે, 'ક્યુરેસ્ટ સાયન્સ એન્ડ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ' (Curest Science and Wellness Pvt Ltd) નામની કંપનીના નામે આ આખું રેકેટ ચલાવવામાં આવતું હતું. હરિયાણાના ગુરુગ્રામ (Gurugram) ખાતે એક કોલ સેન્ટર ધમધમતું હતું, જ્યાંથી આ લોકો દેશભરના લોકોને શિકાર બનાવતા હતા. આ કોલ સેન્ટરમાં 150થી વધુ યુવતીઓ નોકરી કરતી હતી, જેઓ ગ્રાહકોને ફોન કરીને વજન ઘટાડવાની ટીપ્સ અને દવા આપવાની વાતો કરી વિશ્વાસમાં લેતી હતી.
Weight Loss Scam Surat: માનસિક ત્રાસ અને ધમકીઓ
પીડિત મહિલાને દવા અને ડાયેટ પ્લાનના નામે પહેલા તો વિશ્વાસમાં લેવાઈ અને ત્યારબાદ અલગ-અલગ બહાને 1.77 કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા. આરોપીઓ અહીં જ ન અટક્યા, પરંતુ વધુ 81 લાખ રૂપિયાની માંગણી કરી મહિલાને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું. જો પૈસા આપવામાં ન આવે તો ફાઇલ બંધ કરી દેવાની અને કાયદાકીય કાર્યવાહીની ધમકીઓ આપવામાં આવતી હતી. આખરે છેતરાયેલી મહિલાએ સુરત સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુરુગ્રામ સુધી તપાસ લંબાવી આ ગેંગનો પર્દાફાશ કર્યો હતો.
આ પણ વાંચો: Jewels of Gujarat:ગુજરાતના ગામડાથી આફ્રિકાના સફળ બિઝનેસમેન સુધી, દિલેશ સોમચંદ બિડની સક્સેસ સ્ટોરી

