Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
search_img
external_link1
ગુજરાત મારો જિલ્લો મારું ગામ બિઝનેસ video પૉડકાસ્ટ મનોરંજન ટેક & ઓટો ધર્મ ભક્તિ

Surat Accident : સચિનમાં ગરીબ પરિવારની ફૂલ જેવી દીકરી પર ફરી વળી કાર, CCTVમાં કેદ થઈ ઘટના

Surat Accident : ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે સુરતના સચિન વિસ્તારમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જેમાં એક બેફામ કાર ચાલકે પાંચ વર્ષની માસૂમ બાળકીને અડફેટે લેતા બાળકીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. આ ઘટના બાદ કાર ચાલક અકસ્માત સર્જીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જેના પગલે સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો.
surat accident   સચિનમાં ગરીબ પરિવારની ફૂલ જેવી દીકરી પર ફરી વળી કાર  cctvમાં કેદ થઈ ઘટના

Surat Accident : ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે સુરતના સચિન વિસ્તારમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જેમાં એક બેફામ કાર ચાલકે પાંચ વર્ષની માસૂમ બાળકીને અડફેટે લેતા બાળકીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. આ ઘટના બાદ કાર ચાલક અકસ્માત સર્જીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જેના પગલે સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો.

Surat Accident : CCTVમાં કેદ થઈ ઘટના

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજમાં જોઈ શકાય છે કે બાળકી રસ્તા પર હતી તે સમયે પુરપાટ ઝડપે આવી રહેલી કારે તેને જોરદાર ટક્કર મારી હતી. જેમાં બાળકીને ગંભીર ઈજા પહોંચતા તેનું કરુણ મોત નિપજ્યું હતુ, મૃતક બાળકી એક ગરીબ પરિવારની હોવાનું સામે આવ્યું છે, જેના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

પોલીસની કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ સચિન પોલીસ તુરંત સક્રિય થઈ હતી. CCTV ફૂટેજ અને સ્થાનિકો પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના પુરાવાઓને આધારે પોલીસે આરોપી કાર ચાલક રતનલાલ પ્રજાપતિની ઓળખ કરી તેની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Navsari Rain : અંબિકા નદીનું જળસ્તર વધતા દેવધા ડેમના 20 દરવાજા ખોલાયા,16 ગામને કરાયા એલર્ટ

Tags :