Tapi: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા, ખેતીની જમીનની એન્ટ્રી કરવા માંગી લાંચ
ACB Action Deputy Mamlatdar: તાપી જિલ્લામાં લાંચરૂશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા એક મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં એક જવાબદાર અધિકારી લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા છે. નાયબ મામલતદાર પાર્થેશ કટારા (Parthesh Katara) વિરુદ્ધ લાંચ માંગવાની ફરિયાદ મળ્યા બાદ ACB ની ટીમે છટકું ગોઠવીને તેમને લાંચ લેતા દબોચી લીધા છે.
શું હતો સમગ્ર મામલો?
પ્રાપ્ત માહિતી અનુસાર, એક ફરિયાદીએ તેમની ખેતીની જમીનને જરાયતમાંથી બાગાયતી જમીનમાં તબદીલ કરાવવા માટે અરજી કરી હતી. આ કામગીરી માટે નાયબ મામલતદાર પાર્થેશ કટારાએ ફરિયાદી પાસે 25,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. કામ કરાવવા માટે નાણાં આપવા તૈયાર ન હોવાથી ફરિયાદીએ આ અંગે ACB માં ફરિયાદ નોંધાવી હતી.
ACB Action Deputy Mamlatdar: ACB ની ત્વરિત કાર્યવાહી
ફરિયાદ મળતાની સાથે જ ACB ની ટીમે આ મામલે કડક વલણ અપનાવ્યું હતું. ફરિયાદી અને આરોપી વચ્ચે લાંચની લેવડદેવડ માટે નક્કી કરેલા સ્થળે ACB એ વોચ ગોઠવી હતી. જેવું ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારવામાં આવી કે તરત જ ACB ના અધિકારીઓએ પાર્થેશ કટારાને રંગે હાથે ઝડપી લીધા હતા. આ કાર્યવાહીથી તાપી જિલ્લાના મહેસૂલ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. હાલ ACB દ્વારા આરોપીની વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Surat: વજન ઉતારવા કોઈ પેતરો અજમાવતા હોય તો ધ્યાન રાખજો, આવી લોભામણી જાહેરાતમાં તમે ન ફસાતા!

