Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
search_img
external_link1
ગુજરાત મારો જિલ્લો મારું ગામ બિઝનેસ video પૉડકાસ્ટ મનોરંજન ટેક & ઓટો ધર્મ ભક્તિ

Toxic Teaser : Toxicનું નવું ટીઝર જોઈ ફેન્સ ચોંક્યા! એક્શન કરતાં બોલ્ડ સીનની વધુ ચર્ચા

Toxic Teaser : KGF બાદ રોકિંગ સ્ટાર યશ ફરી એકવાર પોતાની આગામી ફિલ્મ Toxic સાથે ચર્ચામાં છે. ફિલ્મનું નવું ટીઝર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર તેની જોરદાર ચર્ચા શરૂ થઈ છે. એક્શન, ડાર્ક લુક, બોલ્ડ દ્રશ્યો અને સ્ટાર-સ્ટડેડ કાસ્ટને કારણે ટીઝરને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે, જ્યારે ફિલ્મ 26 ઓગસ્ટ, 2026ના રોજ રિલીઝ થવાની છે.
toxic teaser   toxicનું નવું ટીઝર જોઈ ફેન્સ ચોંક્યા  એક્શન કરતાં બોલ્ડ સીનની વધુ ચર્ચા

Toxic Teaser : ટોક્સિક (Toxic) ફિલ્મની ચાહકો લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને હવે આ રાહનો અંત આવ્યો છે. KGF ફિલ્મથી દેશભરમાં લોકપ્રિય બનેલા રોકિંગ સ્ટાર યશ (Yash)ની આગામી ફિલ્મ ટોક્સિક (Toxic)નું નવું ટીઝર (Teaser) સત્તાવાર રીતે રિલીઝ કરવામાં આવ્યું છે. અંદાજે 1 મિનિટ 41 સેકન્ડ લાંબું આ ટીઝર એક્શન (Action), રહસ્ય (Mystery) અને બોલ્ડ (Bold) દ્રશ્યોથી ભરપૂર છે, જેના કારણે સોશિયલ મીડિયા પર તેની જોરદાર ચર્ચા શરૂ થઈ ગઈ છે.

યશનો ખતરનાક અવતાર ચર્ચામાં

ટીઝરમાં યશ રાયા (Raya) નામના પાત્રમાં જોવા મળે છે. તેમનો લુક અગાઉની ફિલ્મોથી એકદમ અલગ અને વધુ ડાર્ક (Dark) અંદાજમાં રજૂ કરવામાં આવ્યો છે. ટીઝરમાં તેઓ કાયદો અને અરાજકતા (Law and Chaos) વચ્ચે જીવતા એક રહસ્યમય અને ખતરનાક વ્યક્તિ તરીકે દેખાય છે. તેમની શક્તિશાળી સ્ક્રીન પ્રેઝન્સ (Screen Presence), ઝડપી એક્શન સિક્વન્સ અને ભવ્ય બેકગ્રાઉન્ડ સ્કોર (Background Score) ટીઝરને વધુ અસરકારક બનાવે છે.

મહિલા સ્ટાર કાસ્ટની પહેલી ઝલક

આ ટીઝરમાં ફિલ્મની મહિલા સ્ટાર કાસ્ટની પણ પ્રથમ ઝલક જોવા મળે છે. કિયારા અડવાણી (Kiara Advani), હુમા કુરેશી (Huma Qureshi), નયનતારા (Nayanthara), તારા સુતારિયા (Tara Sutaria) અને રુક્મિણી વસંત (Rukmini Vasanth) પોતાના અલગ અને આકર્ષક લુકથી દર્શકોનું ધ્યાન ખેંચે છે. તેમના પાત્રોને જોતા એવું લાગી રહ્યું છે કે ફિલ્મ માત્ર યશ પર કેન્દ્રિત નહીં રહે પરંતુ અનેક મહત્વપૂર્ણ પાત્રો સાથે મોટી સ્ટોરી રજૂ કરશે. ટીઝરની શરૂઆતમાં બાળકોને આ ફિલ્મથી દૂર રાખવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

ટીઝરને લઈને ચાહકોના મિશ્ર પ્રતિસાદ

ટીઝર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકોના મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યા છે. ઘણા દર્શકોનું માનવું છે કે ટીઝરમાં એક્શન અને સ્ટોરી કરતાં વધુ બોલ્ડ અને આત્મીયતા (Intimacy) દર્શાવતા દ્રશ્યો તેમજ કિસિંગ (Kissing) સીન બતાવવામાં આવ્યા છે. કેટલાક યુઝર્સે તેને "ક્રિંજ ટીઝર (Cringe Teaser)" અને "નોટી ડેડી (N0tty Daddy)" જેવી ટિપ્પણીઓ સાથે ટ્રોલ પણ કર્યું. જોકે બીજી તરફ ઘણા ચાહકોએ યશના અભિનય, તેમની સ્ટાઇલ અને ખાસ કરીને રૂક્મિણી વસંતના અભિનય તથા લુકની પ્રશંસા કરી છે.

ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

યશ અભિનીત ટોક્સિક (Toxic) ફિલ્મ 26 ઓગસ્ટ, 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ટીઝર બાદ ફિલ્મને લઈને ઉત્સુકતા વધુ વધી ગઈ છે અને હવે ચાહકો ટ્રેલર તેમજ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો : Awarapan 2 Official Teaser : ‘આવારાપન 2’ નું દિલધડક ટીઝર આઉટ, ફરી જાગશે અધૂરા પ્રેમની ચિંગારી!

Tags :